Abtak Media Google News

આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટ બેઠક મળી હતી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

Advertisement

આવામાં મહાનગરોમાં આગામી 23મી માર્ચથી શરૂ થતી પરીક્ષા ફેરફાર કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાને નાથવા માટે જરૂરી પગલા લેવા અને રાત્રી કરફયુ અંગે પણ જરૂરી ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી. આગામી 23મી માર્ચથી રાજ્યભરમાં પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.

દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય આવામાં મહાનગરોમાં પરીક્ષા મામલે કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી અને પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવાની આવશ્યકતા જણાય તો પણ તે કરવાની સરકારે વિચારણા શરૂ કરી છે. અંતિમ નિર્ણય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચિવ સમીક્ષા કર્યા બાદ લેશે. રાજ્યના ચાર શહેરોમાં રાત્રી કરફયુનો સમય બે કલાક વધારવામાં આવ્યો છે. બીજી તરફ ભાવનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય ત્યારે ભાવનગરમાં પણ રાત્રી કરફર્યુ મુકવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. આજે કેબીનેટ બેઠકમાં મુખ્ય મુદ્દો કોરોનાનો રહ્યો હતો. કોરોનાને નાથવા શું કરી શકાય તે અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 31મી માર્ચ બાદ રાત્રી કરફર્યુની મુદ્ત લંબાવા અંગે પણ કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.