Abtak Media Google News

નર્મદાની પાઈપલાઈન પરના આજી હેડ વર્કસ પર ફલોમીટર ઈનસ્ટોલ કરાવ અને કનેકશન પર બટરફલાય વાલ્વ બદલવાની કામગીરી સબબ વોર્ડ નં.૪,૫,૬,૮,૧૧,૧૨,૧૩,૧૫,૧૬,૧૭ અને ૧૮ના લાખો લોકો શનિવારે તરસ્યા રહેશે

હડાળાથી આજી ફિલ્ટર પ્લાન્ટ પર આવતી નર્મદા યોજનાની પાઈપલાઈન પરના આજી હેડ વર્કસ ખાતે કનેકશન પર ફલોમીટર ઈનસ્ટોલ કરવાની તથા બટર ફલાય વાલ્વ બદલાવવાની કામગીરી સબબ આગામી શનિવારના રોજ શહેરના ૧૧ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

આ અંગે મહાપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવ્યા મુજબ સ્કાડા ફેઈસ-૩ અન્વયે હડાળાથી આજી ફિલ્ટર પ્લાન્ટ પર આવતી નર્મદા યોજનાની એનસી-૧૨ (બી) પાઈપલાઈન પરના આજી હેડ વર્કસ ખાતાના કનેકશન પર ૧૨૦૦ એમએમ વ્યાસના ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી તથા આ કનેકશન પર બટર ફલાય વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ ઉપરાંત આજી ડેમ ખાતેના પમ્પીંગ સ્ટેશન પરથી આજી હેડ વર્કસ પર આવતી ૧૦૦૦ એમએમ વ્યાસના પાઈપલાઈન પર ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી સબબ હડાળા પમ્પીંગ સ્ટેશનથી આજી ફિલ્ટર પ્લાન્ટ તથા જીડબલ્યુએસએસબીના કોઠારીયા ફિલ્ટર પ્લાન્ટ પર જતી એનસી-૧૨ (બી) પાઈપલાઈનનું અને આજી ડેમ ખાતે પમ્પીંગ સ્ટેશન પરથી આજી વર્કસ પર આવતી પાઈપલાઈનનું ૨૪ કલાક માટે શટડાઉન લેવામાં આવ્યું હોવાના કારણે આગામી તા.૨૪ના રોજ શહેરના ૧૧ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

શનિવારે મવડી હેડ વર્કસ પરના વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૨, વોર્ડ નં.૧૩ (પાર્ટ), વિનોદનગર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૧૭ (પાર્ટ) અને વોર્ડ નં.૧૮, કોઠારીયા હુડકો હેડ વર્કસ હેઠળના વોર્ડ નં.૧૬ (પાર્ટ), દુધસાગર હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૬ (પાર્ટ) અને વોર્ડ નં.૧૫ (પાર્ટ) જયારે ગ્રીનલેન્ડ હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં.૪ (પાર્ટ) અને વોર્ડ નં.૫ (પાર્ટ) ઉપરાંત તિ‚પતિ હેડ વર્કસ, સ્વાતી હેડ વર્કસ, કોઠારીયા ગ્રામતળ હેડ વર્કસ અને નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.