Abtak Media Google News

મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી અને દંડક રાજુ અઘેરાએ વર્ણવી બે વર્ષની સિદ્ધિ

રાજકોટ મહાનગરપાલિકાની ગત ચુંટણીમાં મતદારોએ ભાજપને સત્તાની ધુરા સોંપ્યા બાદ મેયર પદે બિરાજમાન ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષનેતા અરવિંદભાઈ રૈયાણી અને દંડક રાજુભાઈ અઘેરાને તા.૧૪/૧૨/૨૦૧૭ના રોજ બે વર્ષ પૂર્ણ કરેલ છે. આ બે વર્ષના સમયગાળામાં શાસક પક્ષ ભાજપે રાજકોટમાં શ્રેણીબધ્ધ વિકાસકાર્યો હા ધરી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવી છે. રાજકોટ શહેરની પ્રગતિની દેશ વિદેશમાં નોંધ લેવાઈ રહી છે. મહાપાલિકાને રાજ્ય અને કેન્દ્ર સરકારની સતત મદદ મળતી રહેતા તંત્ર અને લોકોને ખુબ ફાયદો યો છે.

આ અવસરે ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે કહ્યું હતું કે, ભાજપના શાસનકાળમાં મોર્ડન રાજકોટનો પાયો નંખાયા બાદ હવે સ્માર્ટ રાજકોટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભાજપ સંકલ્પબધ્ધ છે. વિકાસ પ્રક્રિયામાં સંવેદનશીલતા સો શહેરના છેવાડા સુધીના તમામ નાગરિકોને આવરી લેતા સર્વસમાવેશક આયોજનને સર્વગ્રાહી બનાવવાનો પ્રયાસ કરાયો છે. જેમાં લોકોને પાયાની મૂળભૂત સુવિધાઓની સો સેવાઓ પણ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. શાસક પક્ષે શહેરને વિકાસની યોગ્ય દિશામાં લઇ જવા માટે તમામ વર્ગને સો રાખી, આયોજનને આખરી ઓપ આપવામાં આવે છે.

ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાના તંત્રને સતત લોકોની સમક્ષ રાખ્યું છે. અને તેમાં માત્ર વહીવટી તંત્ર જ નહિ પરંતુ તમામ પદાધિકારીઓ, કોર્પોરેટરો, પાર્ટીના આગેવાનો-કાર્યકરો, શહેરના નગરજનો, સંસઓ ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો ભરપુર સા સહકાર રહ્યો છે તેની હું સહર્ષ નોંધ લઉ છું. ભાજપના શાસકોએ હંમેશા ટીમવર્કી કાર્ય કરવાની પદ્ધતિ પર વિશ્વાસ રાખી તેને અનુરૂપ વહીવટી તંત્ર સો તાલમેલ સાધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.