Abtak Media Google News
  • યાર્ડમાં 1068 ખેડૂતો જણશો વેચવા માટે આવ્યા
  • જીરૂની આવકમાં પણ નોંધપાત્ર વધારો

જામનગર સમાચાર :  જામનગર યાર્ડમાં આજે 1068 ખેડૂતો જણશો વેચવા માટે આવ્યા હતા. જેને લઇને યાર્ડમાં 40,239 મણ જુદી જુદી જણશો ઠલવાય છે. ખાસ વાત એ છે કે મગફળી, જીરૂ સહિતના પાકના ભાવમાં પ્રમાણમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભાવને લઈ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આજે કપાસની છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ સૌથી વધુ આવક થઈ હતી તો જીરૂની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

કપાસના ભાવમાં વધારો:

આજે 286 ખેડૂતો કપાસ વેચવા માટે આવતા યાર્ડમાં 14,753 મણ કપાસની આવક થઈ હતી અને કપાસના ભાવ 1100 રૂપિયાથી લઈ 1540 રૂપિયા જેવા રહ્યા હતા. ગઈકાલની સરખામણીએ કપાસના ભાવમાં 20 રૂપિયા જેવો વધારો નોંધાયો છે. સાથે જીરુંના ભાવ 3000 રૂપિયાથી લઈ 6,205 જેવા રહ્યા હતા. આજે 241 ખેડૂતો જીરું વેચવા માટે આવતા યાર્ડમાં આ સીઝનના સૌથી વધુ કહી શકાય તેવી 6249 મણ આવક થઈ હતી. આ ઉપરાંત અજમોનો ભાવ 2,000 થી ₹4,650 રહ્યો હતો. તો સૂકા મરચાંના ભાવ 1100 રૂપિયાથી લઈ અને 3300 જેવા રહ્યા હતા ઉપરાંત ડુંગળીના ભાવ વધારો નોંધાઈ રહ્યો છે આજે 100 રૂપિયાથી 380 રૂપિયાના ભાવે ડુંગળીનું વેચાણ થયું હતું.

ભાવમાં મોટો વધારો : 

બીજી બાજુ મગફળીના ભાવમાં મોટો વધારો થયો છે આજે ₹1,000 થી લઈ અને 1300 રૂપિયા સુધીના મગફળીના સોદા પડ્યા હતા. જામનગર યાર્ડમાં 69 ખેડૂતો મગફળી વેચવા માટે આવતા 219 મણ મગફળીની આવક થઈ હતી. તે જ રીતે એરંડાના ભાવ 1071 રૂપિયાથી 1105 રૂપિયા જેવા રહ્યા હતા. તો રાયડાના ભાવ 800 રૂપિયાથી 973 રૂપિયા અને રાયના ભાવ 1175 રૂપિયાથી ₹1300 જેવા બોલાયા હતા. તો લસણના ભાવમાં ઓચિંતો તો ઘટાડો નોંધાયો છે. આજે 1700 રૂપિયાથી લઈ 2740 ના ભાવે લસણના વેચાણ થયું હતું. જે તાજેતરમાં જ 6 હજાર સુધીના ભાવે વેંચાયું હતું. આમ આજે છેલ્લા લાંબા સમયની સરખામણીએ 16,354 ગુણી જુદી જુદી હતી.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.