Abtak Media Google News

પ્રશ્નપત્ર સામે આવે ત્યારે શાંત ચિતે પ્રશ્નો વાંચી યોગ્ય જવાબ ભરવો જોઈએ: ડો. ડી.કે. વાડોદરીયા

વિદ્યાર્થી તેની માનસીક ક્ષમતા મુજબ પરિણામ લાવે છે, દરેક વિદ્યાર્થીમાં વિશિષ્ટ આવડત હોય છે: જતીન ભરાડ

પરીક્ષાને ટેન્શન નહીં પરંતુ ઉત્સવની જેમ ઉજવવી જોઈએ: ડો. ડી.વી.મહેતા

પ્રશ્ન: ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે એ વિશે શુ કહેશો

જવાબ:ડો. ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં પરીક્ષા એ તેનો ભાગ છે. એ કોઈ અંતિમ પડાવ નથી. પરીક્ષાનો કોઈ માનસિક હાઉ ઉભો કરવો એ મારા હિસાબે જરૂરી નથી લાગતું. તમારી ૧૦ કે ૧૨ વર્ષની શૈક્ષણિક યાત્રાનો એક પડાવ એ બોર્ડની પરીક્ષા છે. હું દરેક વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને કહીશ કે તેઓ પરીક્ષાને ઉત્સવની જેમ ઉજવવું જોઈએ. ખાસ કરીને હું વાલીઓને કહેવા માંગીશ કે તેઓ એવું વાતાવરણ ઉભું ન કરે કે વિદ્યાર્થીઓને લાગે કે વિદ્યાર્થીઓ યુદ્ધના મોરચે જઈ રહ્યાં છે.

દરેક વિદ્યાર્થી મિત્રોને અપીલ કે તમે તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. જો તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશો તો જ પરીક્ષામાં સારું પર્ફોમન્સ આપી શકશો. પરીક્ષાના દિવસો દરમિયાન મેડિટેશન શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગણતરીની કલાકોમાં તમે તમારું પરિણામ નથી બદલી શકવાના પણ તમારું પ્રેઝન્ટેશન જરૂર બદલી શકશો. આ તકે વિદ્યાર્થીના પેરેન્ટ્સ તેમજ સગા-સંબંધીઓ પણ તેમને પુરતી મદદ કરે તેવી મારી અપીલ છે.

પ્રશ્ન: પરીક્ષાની છેલ્લી તૈયારીના ભાગ‚પે વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ?

જવાબ:જતિનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, આપણી પરીક્ષા પદ્ધતિ એવી છે કે જે આપણે એક વર્ષથી મહેનત કરી છે તેને ૧૮૦ મિનિટમાં પર્ફોમ કરવાની છે. આ તકે આપણી માનસિક ક્ષમતા જેટલી ઉચ્ચ હશે તેટલું જ સારું આપણે પર્ફોમ કરી શકશું. મારી દરેકને એક જ અપીલ છે કે, તમે ચિંતામુકત બની જાવ કારણ કે હવે કોઈ મોટો ફેરફાર શકય નથી. વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ. જો આખા વર્ષ સુધી આપણને ૬૫ થી ૭૦ ટકા આવ્યા હોય તો છેલ્લા બે દિવસની અંદર આપણે એવો કોઈ ચમત્કાર કરી શકવાના નથી કે આપણને ૯૫ ટકા આવી જાય. એટલા માટે કોઈ ચિંતા કર્યા વગર વર્તમાન પરિસ્થિતિને સ્વીકારી ચિંતા મુકત બની અને જો મહેનત કરશો તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકશે. એક સામાન્ય ઉદાહરણ આપું તો ક્રિકેટથી આપ સૌ પરિચિત છો.

જયારે સામેથી બોલિંગ કરનાર વ્યક્તિ એને તમે એમ વિચાર કરો કે તે આપણી ટીમની વ્યક્તિ છે અને એ બોલિંગ કરે છે અને પાછળથી સ્ટંપ હોય એટલે આપણને આઉટ થવાનો ભય રહેતો હોય છે અને ત્યારે જે બોલિંગની અંદર આપણે જો કોઈ શોટ રમવો હોય ત્યારે માનસિક ટેન્શન આવે છે. એને બદલે હવે નકકી કરો કે સામેનો જે બોલરછે તે આપણો મિત્ર છે અને પાછળ સ્ટંપ નથી અને જો પાછળ સ્ટંપ નથી તો આઉટ થવાનો કોઈ ભય જ નથી. એટલા માટે ચિંતામુકત બની જાવ અને કોઈ નવી તૈયારી ન કરો.

ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આખા વર્ષ દરમિયાન જે ચેપ્ટર ન આવડયું હોય કે જે પ્રશ્નન આવડયો હોય એ છેલ્લા ૨ દિવસમાં એ પ્રશ્નતૈયાર કરવાનો પ્રયત્ન કરે જે ૩૦૦ દિવસની અંદર પ્રશ્નન આવડયો હોય તે છેલ્લા ૨ દિવસમાં નથીજ આવડવાનો. એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર અપીલ છે કે કંઈ પણ નવું તૈયાર ન કરો જે તૈયાર કરેલું છે. તેને જ વધારે દ્રઢ કરો.

ચિંતામુકત બની અને તૈયારી સાથે સારી રીતે નીંદર કરો. પરીક્ષા શ‚ થાય એના આગલા ૪-૫ દિવસ તેમજ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી તબિયતને સાચવો. જમવા ઉપર પણ કંટ્રોલ હોવો જોઈએ. ઊંઘ ઉપર પણ કંટ્રોલ હોવો જોઈએ. પરીક્ષા આપવા જાવ ત્યારે કોઈ એવા વાતાવરણમાં ન જાવ કે જેમાં આપણી માનસિક પરિસ્થિતિ નબળી પડે. ઘણીવાર આપણે પરીક્ષા સેન્ટર પર જઈએ ત્યારે સાંભળવા મળે કે આ પ્રશ્નતો પુછાયો જ છે અથવા પેપર ફૂટી ગયું છે. આવી કોઈપણ પ્રકારની નેગેટીવ બાબતમાં ઈન્વોલ્વ ન થાવ કારણ કે જે આપણે સુંદર તૈયારી કરી હશે તેમાં શાંત પાણીમાં પથરો પડયા જેવી પરિસ્થિતિ ઉભી થશે જે તમે તૈયારી કરી હશે એ પ્રમાણે પેપરમાં લખી શકશો નહીં.

પ્રશ્ન: જયારે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં બેસી જાય ત્યારે તેમણે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

જવાબ:આ પ્રશ્નના જવાબમાં ડો.ડી.કે.વાડોદરિયાએ જણાવ્યું હતું કે, જયારે આપનું બાળક પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જાય છે ત્યારે તે પહેલી વખત પરીક્ષા નથી આપતા કારણ કે તેઓએ સ્કૂલમાં ઘણી વખત પરીક્ષાઓ આપી હોય છે. આવી જ આ બોર્ડની પણ સામાન્ય પરીક્ષા છે. જેથી બોર્ડની પરીક્ષાનું નામ સાંભળીને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી. પરીક્ષાનું પેપર જયારે હાથમાં આવે છે ત્યારે વિદ્યાર્થીએ શાંત ચિત્તે પ્રશ્નો વાંચી તેનાં ઉતર આપવાનો છે. જો તમારો કોન્ફિડન્સ લેવલ સબળ હશે.00

તો તમે ગમે તે પરીક્ષામાં સારા માર્કે ઉતીર્ણ થશો અને જે પ્રશ્નપુછાણો છે તે તમને આવડે છે તેવો ભાવ પ્રગટ કરશો તો ચોકકસથી તમે બધા પ્રશ્નોના સારી રીતે જવાબ આપી શકશો. હવે જો ૧૦માં ધોરણની વાત કરવામાં આવે તો ભાગ-એ એમસીકયુ હોય છે અને ભાગ-બી સબ્જેકટીવ હોય છે. ભાગ-એમાં વિદ્યાર્થીઓ ઘણી વખત પ્રશ્નવાંચતા નથી અને વિદ્યાર્થીઓ ખોટા જવાબ આપે છે કારણ કે એમસીકયુમાં હંમેશા લોજીકવાળા પ્રશ્નો પુછવામાં આવે છે. જેથી લોજીકવાળા પ્રશ્નો સંપૂર્ણપણે સમજી અને પછી જ ઉત્તર આપવો.

પ્રશ્ન: અત્યારે જે મોસ્ટ આઈએમપી કવેશ્ર્ચનનો ટ્રેન્ડ શરૂ થયો છે તે કેટલો યોગ્ય છે?

જવાબ:આ પ્રશ્નના ઉતરમાં ડો.ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય કરીએ તો તેનું ઓબ્જેકટીવ આપણને ખબર હોવું જોઈએ. ભણતરનું મહત્વ શું છે તેનું વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતને પણ ખ્યાલ હોવો જોઈએ. આપણે કાઠિયાવાડી રીત પ્રમાણે “પડશે એવા દેવાશે આ કહેવત છે તેની જગ્યાએ પુર આવે એ પહેલા પાળ બાંધવાની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી જેવો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પરીક્ષા એ માત્ર પ્રક્રિયા છે તે કોઈ અંતિમ પડાવ નથી. આઈએમપી કે એમઆઈએમપી પ્રશ્નો કરવાથી જો તમને બોર્ડની પરીક્ષામાં ૭૦ની જગ્યાએ ૭૫ ટકા આવી પણ જાય તો તેનાથી તમારો ઓબ્જેક્ટિવ પ્રશ્ન સોલ્વ થતો નથી.

આપણે કારણ વગરના માર્કસ પાછળ દોડીએ છીએ પણ આ દિશાવિહીન દોડવા કરતાં કોઈ ચોકકસ ધ્યેય સાથે દોડવાથી આપણને ચોકકસ ફાયદો થશે. એજયુકેશન સિસ્ટમ એટલે હાથ, હૃદય અને મગજને નરચર કરે એટલે એજયુકેશન આપણે માત્ર ડિગ્રીઓ પાછળ દોડીએ છીએ જેમાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જવાબદાર છે. બોર્ડની પરીક્ષા આવતા પહેલાં આપણે બધાં લોકો એવો હાઉ પેદા કરી દેતા હોઈએ છીએ કે જાણે આપણે યુદ્ધના મોરચે લડવા જવાનું હોય.

પ્રશ્ન: જયારે વિદ્યાર્થીના હાથમાં પેપર આવે છે ત્યારે વિદ્યાર્થીને કયો પ્રશ્ન નથી આવડતો તે શોધતાં હોય છે, જેના કારણે જે પ્રશ્ન આવડે છે તેમાં પણ અસર પડે છે. આ વિશે શું કહેશો?

જવાબ:આ પ્રશ્નના જવાબમાં જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના હાથમાં જયારે પેપર આવે છે ત્યારે પેપર વાંચવું જ ન જોઈએ, પરંતુ આપણી શિક્ષણ પદ્ધતિમાં પેપર વાંચવા માટેનોસ મય આપવામાં આવે છે જે ખોટી પદ્ધતિ છે. મારો અનુભવ કહે છે કે, વિદ્યાર્થી જયારે પેપર વાંચે છે ત્યારે તેમને જે નથી આવડતું તેમના ઉપર તેમનું કોન્સનટ્રેશન વધતું જાય છે. જેથી પેપરમાં જે આવડે છે તે પણ સારી રીતે લખી નથી શકતાં, અથવા તો પેપર બાકી રહી જાય છે. અત્યારે વિદ્યાર્થીઓ પેપરમાં ૧૦૦ એ ૧૦૦ માર્કસનું આવડે તેવી ઈચ્છા રાખથા હોય છે પરંતુ જેટલા માર્કસનું આવડે છે તેટલું એકદમ વ્યવસ્થિત અને સચોટ લખવું ખૂબ જ જ‚રી છે.

પ્રશ્ન: પરીક્ષાનું પેપર હાથમાં આવ્યાં પછી વિદ્યાર્થીઓએ વાંચવું જોઈએ કે નહીં?

જવાબ:આ પ્રશ્નના ઉત્તરમાં ડો. ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતું કે, ધો.૧૦ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ભાગ-એ કે જે એમસીકયુ છે જેમાં વિદ્યાર્થીએ સંપૂર્ણપણે વાંચી તેનોજવાબ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. જેથી કોઈપણ જાતની ભુલ ન રહે પરંતુ ભાગ-બી એટલે કે સબ્જેકટીવ પ્રશ્નો છે તેથી જે રીતે જતીન સરે જણાવ્યું તે પ્રમાણે કે વિદ્યાર્થીએ પેપર વાંચવું ન જોઈએ અને જેટલું આવડે છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેનો સચોટ જવાબ આપવો જોઈએ જેથી સારા ગુણ મેળવી શકો.

પ્રશ્ન: પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓએ કેવી રીતે કરવી જોઈએ?

જવાબ:આ પ્રશ્નના ઉતરમાં ડો.ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે મારું એવું માનવું છે કે પરીક્ષાના છેલ્લા મહિનાથી લઈને છેલ્લા દિવસ સુધી કોઈપણ જાતનું કંઈ પણ નવું વાંચવું ન જોઈએ અને ફકત જે કરેલું છે તેને માત્ર પાકું કરવું જોઈએ અને છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષાને લગતી અન્ય તૈયારીઓ કરવી જોઈએ જેવી કે પરીક્ષામાં લઈ જવાની તમામ વસ્તુઓ, રીસીપ્ટ જેવી જ‚રિયાતની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. મન એકદમ શાંત અને તંદુરસ્ત રાખવું જેથી કરીને પરીક્ષામાં કોઈપણ જાતની ગભરામણ કે મુશ્કેલી ન ઉદ્ભવે.

પ્રશ્ન: વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં કયારેક ચીઠ્ઠીઓ કે લખાણ લઈને જતાં હોય છે જે એક ગંભીર બાબત છે તો તેના વિશે આપ શું કહેશો?

જવાબ:આ પ્રશ્નના જવાબમાં જતિનસર ભરાડે જણાવ્યું હતું કે, પહેલાના સમયની વાત કરીએ તો કોપી કેસ એ માત્ર કાગળ ઉપરની વાત રહેતી હતી. જેથી કોઈ મોટી સજા થતી ન હતી અને કયારેક તો સજામાંથી મુકત પણ કરી દેવામાં આવતા હતાં પરંતુ અત્યારના સમયમાં સીસીટીવી કેમેરા આવી ગયા છે જેથી પુરાવા એકદમ સચોટ મળતાં હોય છે જયારે પુરાવો સચોટ છે ત્યારે સજા તો થવાની તે નકકી જ છે એટલા માટે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે હું વિદ્યાર્થી અને વાલીને ફકત એટલું જ કહેવા માંગીશ કે તમે કોઈપણ આવો નબળો રસ્તો પસંદ કરશો નહીં.

પ્રશ્ન: પેપરમાં લખાણ લખતી વખતે કેવા પ્રકારની ચોકસાઈ રાખવી જરૂરી છે?

જવાબ:જેના જવાબમાં ડો.ડી.કે.વાડોદરીયા સરે જણાવ્યું હતું કે, પેપરમાં ચોકસાઈ એ ખૂબ જ મહત્વનું છે કેમ કે પેપર હંમેશા વિદ્યાર્થીએ વિભાગ વાઈસ લખવું જોઈએ અને સુંદર અક્ષરે લખવું જોઈએ. કોઈપણ પ્રશ્ન જયારે પુછવામાં આવ્યો છે તેનો જવાબ સરળ અને સચોટ આપવો જરૂરી છે નહીં કે લાંબો જવાબ આપવો અથવા તો બીજી અન્ય વાતોનું લખાણ કરીને આપવો. જો સચોટ અને સરળ જવાબ હશે તો પેપર ચેકર વ્યવસ્થિત રીતે વાંચી તેના પુરા ગુણ આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.