આર્થિક તંગીથી દંપતિ વચ્ચે ઝડઘો થતા ક્રોધે ભરાયેલા શખ્સે કુહાડીના ઘા ઝીંકયા

અદાલતે 307ને બદલે 326 માની: જીસ્વાનની કનેક ટીવીટીના લીધે બે દિ’ બાદ સજાનો હુકમ

શહેરની ભાગોળે આવેલા ખીજળીયા ગામે ત્રણ વર્ષ પૂર્વ બાખડેલી પત્નિ બંગાળ પરત જતી રહેશેના વિચારથી ભયભીત બનેલા બંગાળી યુવાને પત્નિ અને છ વર્ષના પુત્ર ઉપર ડઝેનેક કુહાડીના ઘા ઝીંકી કરેલા હત્યાના પ્રયાસના ગુન્હામાં અદાલતે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અને આરોપી શખ્સને તકશીરવાન ઠરાવ્યો છે.

જયારે સરકારનું ઇન્ટરનેટ કનેકશન નબળું હોવાથી જેલમાં અદાલતનો સંપર્ક ન થતા સજાનો હુકમ સ્થગીત રાખવામાં આવ્યો છે.

આ ચકચારી કેસની વિગત મુજબ કુવાડવા તાબેના ખીજળીયા ગામે હેરભાની વાડીમાં ભાગીયું રાખી વાવેતર કરનાર દિનંશમનશા રામ માનઠાકુર નામના બંગાળી શખ્સે ગત તા.3-8-2017ના રોજ રાત્રીના સુમારે 36 વર્ષીય પત્નિ સુમન ઉપર કુહાડીના જીવલેણ 8 ઘા ઝીંકયા બાદ પાંચ વર્ષના પુત્ર શીવાને પણ પાંચ જેટલા કુહાડીના ઘા ઝીંકી ખૂની ખેલ્યો હતો.

આ બનાવ સમયે વાડીએ રહેલા મુકેશભાઇએ રાડા-રાડી સાંભળતા બંગાળીની ઓરડી તરફ દોડયા હતા અને તુરંત જ 108 બોલાવી હતી.

ગંભીર હાલતમાં માતા-પુુત્રને દવાખાને ખસેડાયા હતા જયારે કુહાડીના ઘા ઝીંકનાર દિનંશ બંગાળીને પોલીસે ગણતરીમાં જ ઝડપી લઇ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતુ કે, જીવનમાં ભારે ગરીબી ભોગવી રહ્યા હોય ગત 3-8-2017ના રોજ મારે ફાકી ખાવી હોય ખીસ્સામાં હાથ નાંખવા રૂ.30 નિકળ્યા હતા. જે પૈસાને લઇને પત્નિએ તારી પાસે ફાકી લેવા માટે પૈસા છે, મારો દિકરો ભુખ્યો રહે છે તું શેઠ પાસેથી ઉપાડ કરશ’ કહી બાખડી પાછી બંગાળ જતી રહેશેની ધમકી આપતા ભયભીત બની આરોપીએ બાજુમાં રહેલી કુહાડીથી પત્નિ-પુત્ર ઉપર તુટી પડ્યો હતો. પોલીસે આરોપી સામે આઇપીસી પોલીસે આરોપી સામે આઇપીસી કલબ 307 અને જીપીએકટ 135 મુજબ ગુનો નોંધ્યો હતો.

આ કેસ ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે રોકાયેલા અંજયભાઇ વોરા એ અદાલતમાં દલીલ કરતા જણાવ્યુ હતું કે, પત્નિ સુમન અને બાળક શીવાના શરીર ઉપર જે કુહાડીના ઘા મળ્યા છે બનાવને સમર્થન આપે છે અને હત્યાની કોશિશ માટે પોલીસે કબ્જે કરેલી કુહાડી અને કપડા ઉપર રહેલા લોહીના ડાઘા પણ ફોરેન્મીકમાં મેચ કરે છે. આ ઉપરાંત ભોગ બનનાર માતા-પુત્રને કોઇ અન્ય સાથે દુશ્મનાવટની વાત પણ તપાસ દરમ્યાન મળી નથી. અને જો નજરે જોનાર સાક્ષીની વાત કરીએ તો બંધ બારણે પોતાના જ ઘરમાં ખેળાયેલા ખેલના સાક્ષી મળી શકે નહીં આમ માતા પુત્રની હત્યાનો પ્રયાસ કરનાર દિનેશ મનશારામ માન ઠાકુર હોવાનું પ્રસ્થાપીત થાય છે.

IMG 20201208 WA0128

આ ચકચારી બનાવમાં એડી. સેસન્સ જજ ડી.એ. વોરા એ બન્ને પક્ષોની દલીલો સાંભળી તમામ પુરાવા નજરમાં રાખી પોતાનો ચુકાદો સંભળાવતા આઇપીસી 307ની જગ્યાએ 326 માન્ય રાખી તકસીરવાન ઠેરવ્યો હતો.

જયારે સરકાર તરફે આ ગુન્હામાં આરોપીને આજીવન સજા માંગણી કરવામાં આવતા અદાલતનો સંપર્ક જેલમાં નબળા ઇન્ટરનેટના કારણે આરોપી સાથે ન થતાં સજાનો હુકમ હાલ પુરતો સ્થગીત રાખવામાં આવ્યો છે. અને આ સજા અંગે ચુકાદો બે દિવસ બાદ આપવા અદાલતે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.