Abtak Media Google News

નયારા એનર્જીમાંથી વેચાણ થતા સલ્ફરના જથ્થાને ટ્રક દ્વારા મોકલવામાં આવે છે ત્યારે ટ્રક ચાલકો દ્વારા કંપનીના કર્મચારીઓ સાથે મળી વધારે સલ્ફરનો જથ્થો મેળવી રૂા.3.42 લાખની છેતરપિંડી કર્યાની 12 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ન્યારા એનર્જી કંપનીમાં સલ્ફર પ્લાન્ટમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા સંજયભાઇ કૈલાશભાઇ કુલવાએ ખંભાળીયા શક્તિનગરના યોગરાજસિંહ રઘુભા જાડેજા, રાજેન્દ્રસિંહ અનોપસિંહ જેઠવા, સોડસલાના બ્રીજરાજસિંહ ભીખુભા ઝાલા, મહાવીરસિંહ નટુભા ઝાલા, મીઠોઇના સુખદેવસિંહ નટુભા જાડેજા રાણાવાવના રામદે, માલદે ઓડેદરા, દાહોદના સીમલીયાના મડીયા ભલ્લો શિંગાળા, ગોંડલના સોહન મેહરસિંહ બારીયા, ધોરાજીના કપીલ અમૃતલાલ પરમાર, દેવચડીના કાંતિલાલ છગનભાઇ પરમાર અને ગોંડલના રવિ નામના શખ્સ સામે રૂા.3.42 લાખની કિંમતના 13,790 ટન સલ્ફરની છેતરપિંડી કરી વધુ મેળવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નયારા એનર્જી કંપનીની મુંબઇ ખાતેની ઓફિસેથી સલ્ફર વેચાણનો ઓર્ડર મેળવ્યા બાદ જામનગરના દેવળીયા ખાતેના સલ્ફર પ્લાન્ટમાં ટ્રક લોર્ડ કરવાના હોય છે. ટ્રકમાં સલ્ફર લોર્ડ કરાયા બાદ તેનો ત્યાં જ વજન કરવામાં આવે છે તેની વજન ચીઠ્ઠી મેળ્યા બાદ ટ્રક ચાલકો કંપનીના કર્મચારીઓ સાથે મળી સલ્ફર ઓછુ છે તેમ કહી ફરી સલ્ફર ટ્રકમાં ભરી વજન કર્યા વિના જતા રહેતા હોવાનું સિકયુરિટી ઇન્ચાર્જ રામભાઇ ઓડેદરાએ કૌભાંડ ઝડપી લીધા બાદ સલ્ફર પ્લાન એરિયા મેનેજરને જાણ કરવામાં આવી હતી. સલ્ફરનો જથ્થો ગોંડલ પાસેના ભૂણાવા ખાતેના રવિ નામના શખ્સને છેલ્લા દોઢેક વર્ષથી બારોબાર વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.