Abtak Media Google News

જયપુર ખાતે અકસ્માતમાં આર્થિક સહાયનું કહી દંપતિ સહિત છ શખ્સોએ કરી છેતરપિંડી

લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલી ગોપાલ સ્નેકસ પ્રા. લીમીટેડ નામના કારખાનાના કર્મચારીને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. જાડેજાની ઓળખ આપી પોતાના પરિવારને જયપુર ખાતે અકસ્માત નડયો હોવાથી મેડીકલમાં આર્થિક જરૂરીયાત હોવાથી રૂ. પપ હજારની છેતરપીંડી કર્યાની દંપતિ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા  તજવીજ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ૮૦ ફુટ રોડ પર ગુરુદેવ પાર્કમાં રહેતા અને ગોપાલ સ્નેકસનો કર્મચારી સાગર અરવિંદભાઇ ભાલારા નામના યુવકે લીંબડીના પ્રકાશ પ્રભુદાસ દેશાણી, ધ્રાંગધ્રાના રિદાયત ઇસ્માઇલ કોડીયા, રેશ્માબેન રિદાયત, મહેસાણાની બીનલબેન પટેલ અને સુરેન્દ્રનગરની કિશન પ્રભુદાસ દેશાણી નામના શખ્સોએ રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. જાડેજા તરીકે ઓળખ આપી  રૂ. પપ હજાર ઠગાઇ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં ગોપાલ સ્નેકસ નામના કારખાનામાં માકેટીંગ મેનેજર તરીકે નોકરી કરતા સાગર ભાલારા નામના યુવકે ફરીયાદમાં જણાવ્યા પ્રમાણ ગત તા. ૩ જાન્યુઆરીના રોજ પોતાના ફોન ઉપર ફોન આવેલો અને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. જાડેજા તરીકે ઓળખ આપી પોતાના પરિવારને જયપુર ખાતે અકસ્માત નડયો હોય અને મેડીકલ માટે તાત્કાલીક આર્થિક જરુરીયાત માટે રૂ. પપ હજારની જરૂરીયાત હોવાનું કરી એકબીજાને મદદગાર કરી રૂ. પપ હજાર મેળવી આજ દીન સુધી નહી આપી છેતરપીંડી કર્યાની લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ દંપતિ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા પી.એસ.આઇ. કે.એ. જાડેજા સહીતના સ્ટાફ ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.