Abtak Media Google News
ચાર આતંકીઓને મોતની સજા ફરમાવતું પાક. લશ્કર

કાશ્મીર મુદ્દે ભારત પાકિસ્તાન વચ્ચે દશકાઓથી વિવાદ ચાલુ છે. ભારતનું કાશ્મીર પચાવી જવા પાકિસ્તાને અનેક પેંતરા અજમાવ્યા છે અને દરેક વખતે પાકિસ્તાને હારનો સામનો કરવો પડયો છે. ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કામર જાવેદ બાજવાએ કાશ્મીરનો વિવાદ બેસીને ઉકેલવા માટે સુફીયાણી વાત કરી છે.

Advertisement

પાકિસ્તાનમાં હંમેશાથી લશ્કરનું વર્ચસ્વ રહ્યું છે. ભારતનું કાશ્મીર પચાવવા સામ-દામ-દંડ ભેદની નીતિ પાક લશ્કરે અખત્યાર કરી છે. જો કે હવે નવા આર્મી ચીફ જનરલ બાજવા કંઈક અલગ જ સુરમાં વાત કરી રહ્યાં છે. તાજેતરમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન આસીફે લશ્કર એ તોયબા અને જૈસ એ મહમદ જેવા આતંકી સંગઠનોને પાક સરજમીન પર પનાહ આપવાની ભૂલ ખુબજ મોટી હોવાની કબુલાત આપી હતી. દરમિયાન પાક લશ્કરી અદાલતે ચાર આતંકીઓને મોતની સજા ફરમાવી હોવાનું જાણવા મળે છે.

બ્રિકસના ઘોષણાપત્ર તેમજ અમેરિકા સહિતના દેશોએ પાકિસ્તાન ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવા અંગેના માછલા ધોયા બાદ પાકિસ્તાન હવે વૈશ્ર્વિકસ્તરે શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે અને હવે પાકિસ્તાને રહી રહીને આતંકવાદને સામે પગલા લેવાનું નકકી કર્યું છે. પાક લશ્કરી પ્રમુખ બાજવા હવે ઝગડવાની જગ્યાએ વાતચીતથી સમાધાનનો માર્ગ પસંદ કરવાની હિમાયત કરી રહ્યાં છે જે ભારતની આતંકવાદ સામેની લડાઈની જીતનું સુચક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.