Abtak Media Google News

 

ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાં ક્રોસ વોટીંગ થયાની સંભાવના

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. એનડીએ ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને યુપીએના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુખ્ય મુકાબલો છે. ગુજરાતમાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં ક્રોસ વોટીંગ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. પોરબંદર-કુતિયાણા બેઠકના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એનડીએ ઉમેદવાર દ્રોપદી મુર્મુને મત આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ક્રોસ વોટીંગ થયાની શક્યતા છે. આગામી 21મી રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.

આજે સવારથી ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતના ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા તદ્ન ગુપ્તરીતે ચાલી રહી, કોઇપણ રાજકીય પક્ષ દ્વારા વ્હિપ જાહેર કરવામાં આવી નથી પરંતુ ભાજપના ધારાસભ્યો એનડીએ ઉમેદવાર દ્રોપદી મુર્મુને મત આપશે અને કોંગ્રેસના ધારાસભ્યો યુપીએના ઉમેદવારને મત આપી રહ્યા છે તે ફાઇનલ છે. દરમિયાન એનસીપી વિરોધ પક્ષમાં હોવાના કારણે તેને યશવંત સિન્હાને મત આપવો રહ્યો છતાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટીંગ કર્યું હતું અને દ્રોપદી મુર્મુને મત આપ્યો હતો. ગુજરાત ઉપરાંત ઓરિસ્સા અને આસામમાં પણ ક્રોસ વોટીંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 21મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડશે કે કેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું છે. જે રીતે કાંધલ જાડેજાએ રાષ્ટ્રપતિ ચુંટણીમાં ક્રોસ વોટીંગ કર્યું તે રીતે જ તેઓ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ક્રોસ વોટીંગ કરશે તેવી સંભાવના જણાઇ રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.