Abtak Media Google News

સાયબર ક્રાઇમ એ.સી.પી. વી.એમ. રબારીને નોડલ ઓફિસરનો ચાર્જ સોંપતા પોલીસ કમિશનર

ગુજરાતની વિધાનસભાની ચુંટણીના શંખનાદ થઇ ગયા છે. ત્યારે રાજકોટમાં ચુંટણીને લઇને સોશિયલ મીડીયા પર બાજ નજર રાખવા માટે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા સાયબર ક્રાઇમના એસીપી વી.એમ. રબારીને નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચુંટણી પર એસએમએસ અને સોશિયલ મીડીયાનો દુરપયોગ ન થાય તે માટે ડિજીટલ સુરક્ષા કવચ રુપે એસીપી વી.એમ. રબારીને નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી છે.

ગુજરાત રાજયના વિધાનસભાની ચુંટણી 2022 નિષ્પક્ષ  સ્વતંત્ર તથા ભય મુકત રીતે ચુંટણી યોજાય તેમજ આદર્શ આચાર સહિતાનો ચુસ્ત પણે અમલ થાય તે માટે ચુંટણી દરમ્યાન એસ.એમ.એસ. – SMS/SOCIAL MEDIA  નો દુર ઉપયોગ અટકાવવા રાજકોટ શહેર ખાતે વી.એમ. રબારી મદદનીશ પોલીસ કમિશ્નર સાયબર કાઇમ પોલીસ સ્ટેશન, નાઓને નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલી છે. આ બાબતે ચુંટણી દરમિયાન SMS/SOCIAL MEDIA નો દુરઉપયોગ થતો જણાય તો નોડલ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.