Abtak Media Google News

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રચારનો રંગ બરાબરનો ઘૂંટાયો છે ત્યારે ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના તમામ પદો ઉપર  ઉમેદવારો ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સિનિયર જુનિયર વકીલ મિત્રોની ઓફિસનો ડોર ટુ ડોર પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેમાં સમરસ પેનલના તમામ ઉમેદવારોને  વકીલ મતદારોનો  આવકાર અને ટેકો મળી રહ્યો છે.

સમરસ પેનલ તરફી વકીલોનો ઝુકાવ: સાંજે વિરાણી સ્કુલ ખાતે સ્નેહમિલન

સમરસ પેનલ ના સમર્થન માં વકીલો નું સાંજે  સ્નેહમિલન નું આયોજન વિરાણી હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે.આજે સાંજે 5:30 કલાકે યોજાનાર આ સ્નેહમિલન કાર્યક્રમમાં સિનિયર, જુનિયર, મહિલા, યુવા વકીલો અને વિવિધ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા એડવોકેટ ખૂબ બહોળી સંખ્યામાં આ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવવાના છે.  જીગ્નેશભાઈ દવે, કાર્તિકભાઈ પારેખ,કીર્તિદાબેન જાદવ અને માધવભાઈ દવે દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સમરસ પેનલના તમામ ઉમેદવારોને જંગી મતદાન કરી વિજય બનાવવા માટે સૌને અપીલ કરવામાં આવશે કાર્યક્રમ બાદ તમામ ઉપસ્થિત વકીલો માટે અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું છે. બારના અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા તમામ સિનિયર જુનિયર અને મહિલા વકીલોનો સંપૂર્ણ ટેકો  સમરસ પેનલના ઉમેદવારોને મળી રહ્યો છે.  સમરસના મધ્યસ્થ કાર્યાલય  વિરાણી હાઇસ્કુલ ખાતે  ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. જેમાં  મોટી સંખ્યામાં વકીલમિત્રો,સમર્થકો અને ટેકેદારોથી સમરસ પેનલનું મધ્યસ્થ કાર્યાલય ધમધમી રહ્યું છે.

સમરસ પેનલના તમામ  ઉમેદવારોએ  ડોર ટુ ડોર પ્રચાર અભિયાનને વેગ આપ્યો જેમાં વકીલ મિત્રોની ઓફિસો   ટેકેદારો, સમર્થકો મોટી સંખ્યામાં જોડાઈને પ્રચાર કાર્યમાં લાગ્યા હતા.

સમરસ પેનલ દ્વારા અનેકવિધ કાર્યક્રમો થકી તમામ વકીલો વચ્ચે સુમેળ ભર્યા સંબંધો અને સેતુ બંધાઈ રહે તે માટે બધા એક બનીને  બારને સબળ નેતૃત્વ પૂરું પાડવામાં સક્ષમ એવા પ્રમુખ પદના ઉમેદવાર કમલેશભાઈ શાહ કેપ્ટન તરીકે,ઉપ-પ્રમુખ પદના ઉમેદવાર સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પદ ના ઉમેદવાર પી.સી વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર પદના ઉમેદવાર આર.ડી. ઝાલા, લાઇબ્રેરી સેક્રેટરી પદમા મેહુલભાઈ મહેતા, મહિલા અનામત કારોબારી સભ્ય રેખાબેન પટેલ, નવ કારોબારી સભ્ય પદ ના ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, યશ ચોલેરા, સાગર હપાણી, રણજીત મકવાણા, ભાવેશ રંગાણી, નિકુંજ શુકલ, પ્રવીણ સોલંકી, અમિત વેકરીયા તથા કૌશલ વ્યાસ વગેરેને   જંગી મતદાન કરી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનાવશે તેવું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. આજે સાંજે યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ વકીલ મિત્રોને જોડાવા માટે ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, રાજકોટ ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ અને  સહસંયોજક કમલેશભાઈ ડોડીયા સહિતના આગેવાનોએ  અપીલ કરી છે.

બારની પ્રતિષ્ઠા વધારે તેવા પ્રતિષ્ઠીતને  વિજય બનાવવા હાંકલ

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠા રાજકોટ બાર એસોસીએશનની આગામી તા.22 ડિેસેમ્બરે યોજાનારી ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે જામી રહ્યો છે. બંને પેનલો  દ્વારા એક બીજાને ભરી પીવા માટે રણનીતિ ઘડવામાં આવી  રહી છે.જેમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલને જંગી બહુમતીથી ચૂંટણી કાઢવા રાજનીતિ ગણાતા ચાણકય દ્વારા પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી છે. આ ચૂંટણી ભાજપ લીગલ  સેલ દાવ પર છે. બારની ચૂંટણીમાં સમરસ પેનલ વિજય બનાવવા વકીલો દ્વારા જ્ઞાતિ કે જાતિ નહી મારા તારા નહી આપણા સૌના ને વિજય બનાવવાની હાંકલ વકીલોએ પાડી છે. વકીલો બુધ્ધીજીવી અને પ્રતિષ્ઠીત   વ્યકિતઓમાં ગણના થાય છે. ત્યારે બારની  ગૌરવ ઉજાળી શકે તેવા લોકોને  ચૂંટી કાઢવા સીનીયર જૂનીયર  વકીલો દ્વારા   ચર્ચાય રહ્યું છે.

બારના મતદાનમાં  ચિઠ્ઠી, ચબરખી પ્રથાનો અંત આણવા વકીલોની માંગ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી 2024માં મતદાન વખતે સાથે ચિઠ્ઠી, ચબરખી લઈ જવાની પ્રથા ઉપર પૂર્ણવિરામ મૂકવા સભ્ય વકીલોના સમુદાયે ચૂંટણી અધિકારીને સમક્ષ માગણી કરી છે. આ અંગે  રાજકોટ બાર એસોસિએશનના 300 જેટલા વકીલોના સમુદાય દ્વારા સામુહિક રીતે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન વેળાએ મતદાર વકીલ ભાઈઓને બહારથી ઉમેદવારોના ચોક્કસ નંબરો કે નામો દર્શાવતી ચિઠ્ઠી કે ચબરખી આપીને તેમાં જોઈ જોઈને મતદાન કરવાની પ્રથા ચાલી રહી હતી. પરંતુ હાલની ચૂંટણી 2024થી આ પ્રથા નાબૂદ કરવાની માગણી કરવામાં આવે છે, કારણ કે આ પ્રથામાં વકીલ મતદાર પોતાની સ્વતંત્ર રીતે મતદાન કરી શકતા નથી. અને બહારથી ચલાવાતા દુષ્પ્રચારનો શિકાર બની ગમે તે ઉમેદવારને મતદાન આપી દેતો હોય છે. આ પ્રથા મતદાનમાં ગેરરીતિ સમાન ગણવી જોઈએ અને હાલની ચૂંટણી ચૂંટણીથી જ બંધ કરી દેવી જોઈએ, તેવી બાર એસોસિએશનના સભ્ય વકીલોના સમુદાય દ્વારા લેખિત રીતે તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.