Abtak Media Google News

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા દાદાએ પૌત્રીને ઘરમાં એકલી જોઈ પિશાચી કૃત્ય કર્યું: નરાધમ દાદા પોલીસને હવાલે

દાદા એક એવી વ્યકિત જે બાળકો માટે વહાલના જેને પોતાના દરિયા સમાન હોય દિકરા કરતા દિકરાના દિકરા કે દિકરી વધુ વહાલા હોય અને એટલે જ ગુજરાતીમાં લોકગીતોમાં પણ દાદા દીકરીનાં સંબંધો ને વધુ પ્રેમાળ બતાવાયા છે. પરંતુ આજ સંબંધોને કલંકિત કરતા એક ઘટના અમદાવાદમાં બની છે. દાદાએ પોતાની હેવાનીયતનો શિકાર પૌત્રીને બનાવતા દાદા પર ફિટકાર વરસી રહ્યો છે.

ભારતીય સમાજ સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાના આદર સ્ત્રી સન્માન અને કુવારીકા બાળાઓને પવિત્રતાની મુરત ગણીને પુંજવાની આપણી સંસ્કૃતિ ને હવે અસંસ્કાર અને પિયાસીવૃત્તિનો કલંકિત ઓછાયો આભડી ગયો હોય તેમ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હેવાનીયત ભર્યો જાતીય અપરાધોનું પ્રમાણ વધ્યું છે. આ રાક્ષસી વૃત્તિએ હવે જાણેકે લોહીના સંબંધોની મર્યાદા પણ ભસ્મીભૂત કરી નાંખી હોય તેમ ગઈકાલે અમદાવાદમાં એક નરાધમ દાદાએ ફૂલ જેવી પોત્રીને પીધી નાખ્યાનો બનાવ ગોમતીપૂર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ તરત જ દબોચી લેવાયો હતો.

અમદાવાદના ગોમતીપૂર પોલીસ મથકમાં નોંધાયેલા આ કેસ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભોગ બનનાર બાળકી મા બાપ કામે ગયા ત્યારે ઘરમાં એકલી હતી અને દાદાએ તેને ઘરમાં લઈ જઈ પીખી નાખી હતી.

પોલીસે જણાવ્યું હતુ કે રાતે કામેથી ઘેર આવેલી મામાને બાળકીએ ગુપ્ત ભાગમાં દુખાવો થતો હોવાની જે બન્યુ હતુ તેની આપવીતી વર્ણવતા તાત્કાલીક પોલીસ સ્ટેશને દોડી ગયેલા વાલીઓએ નરાધમ વિ‚ધ્ધ ફરિયાદ નોંધી હતી પોલીસે તાત્કાલીક પૌત્રી ઉપર કુકર્મ કરનાર દાદાને ઝડપી લઈ ભોગ બનનાર બાળકી અને દાદાને આરોપીને ચેકઅપ માટે મોકલી દેવાયા હતા. સભ્ય સમાજમાટે લાલબતી જેવા આ કિસ્સાથી અમદાવાદમાં અરરાટી ફેલાઈ ગઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.