Abtak Media Google News

‘રાખના ઢગલાને લાત મારવા જેવો ઘાટ’

હાઈકોર્ટમાં પૂર્વ ડીજીપી શ્રી કુમારે કરેલી જાહેર હિતની અરજીનાં પગલે આ કોમી તોફાનોની તપાસ માટે રચાયેલા નાણાવટી મહેતા પંચનો આખરી અહેવાલ વિધાનસભામાં રજૂ કરવા રૂપાણી સરકારની તૈયારી

વર્ષ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એકસપ્રેસ ટ્રેનમાં કાર સેવકોને જીવતા સળગાવી દેવાના અમાનવીય કૃત્ય બાદ રાજયભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ કોમી રમખાણોની તપાસ કરવા તત્કાલીન રાજય સરકારે ખાસ પંચન રચના કરી હતી આ રમખાણોની તપાસ કરનારા નાણાવટી મહેતા પંચનો અંતિમ અહેવાલ બજેટ સત્ર પહેલા વિધાનસભામાં રજૂ કરવા રાજય સરકારે તૈયારી દર્શાવી છે.જેથી કોમી રમખાણોમાં બંને ધર્મના લોકોના દીલ પર પડેલા ઘાવને આ અહેવાલ દ્વારા મીઠુ ભભરાવવા જેવો ઘાટ ધરાશે આ તોફાનો બાદ રાજયભરમાં કોમી એખલાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જયારે રાખના ઢગલા પર લાત મારીને રાખ ઉડાડવા જેવા ઘાટ દ્વારા લોકોના ઘાવ તાજા થશે જયારે કોંગ્રેસ સહિતના વિપક્ષોને ભાજપ પર આંગળી ઉઠાવવાનો એક નવો મુદો મળશે

રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટને શુક્રવારે નિર્દેશ આપી દીધો હતો કે સરકાર દ્વારા ટુંક સમયમાં જ ગોધરાટ્રેન હત્યાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો અંગેના નાણાવટી મહેતા પંચનો અહેવાલ વિધાનસભામાં આગામી બજેટ સત્ર પહેલા રજૂ કરવામાં આવશે ધારાશાસ્ત્રી કમલ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે હાઈકોર્ટમાં પૂર્વ ડી.જી.પી. આરબી શ્રી કુમાર દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં સરકારને ૨૦૦૨માં થયેલા કોમી હુલ્લડોના અહેવાલ જાહેર કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો. જેથી તેમણે કોર્ટને જણાવ્યું હતુ કે સરકારે નાણાવટી મહેતા પંચના અહેવાલો નો બીજો ભાગ બજેટ સત્ર પહેલા જ રજૂ કરવામાં આવશે.

સાબરમતી એકસપ્રેસના એસ.૬ કોચને સળગાવી નાખવાની ફેબ્રુઆરી ૨૮ ૨૦૦૨ની ઘટના બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી હુલ્લડો અંગે એડવોકેટ જનરલે હાઈકોર્ટને જણાવ્યું હતુ કે સરકારે આ અહેવાલ નો પહેલો ભાગ સપ્ટેમ્બર ૨૫/૨૦૦૯ના રોજ રજૂ કર્યો હતો.

તપાસપંચે ગોધરાકાંડ પછીના કોમી હુલ્લડો અંગે અંતિમ અહેવાલ ૧૮ નવે. ૨૦૧૪ના રોજ સરકારને સોંપ્યો હતો. ત્યારબાદમુખ્યમંત્રી આનંદીબેન પટેલે શ્રી કુમારે દાખલ કરેલા સોગંદનામા અને મુખ્ય સાક્ષીઓની તપાસણીની કામગીરીને લઈને ૨૦૧૫ નવે. માં અહેવાલ જાહેર કરાયો હતો. શ્રી કુમારે ગયા મહિને હાઈકોર્ટમાં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા રમખાણમાં અંતિમ ભાગ રજૂ કરવા દાદ માંગી હતી અને જણાવ્યું હતુ કે મુખ્ય સચિવ સંપૂર્ણ અહેવાલ વિધાનસભામાં રજૂ કર્યો નથી,. બંધારણીય કલમ ૩ (૪) અને કમિશનર ઈન્કવાયરી એકટ ૧૯૫૨ અંતર્ગત આવા અહેવાલ છ મહિનામાં જ રજૂ કરવાનાં હોય છે.

રાજય સરકારે પીઆઈએલના પગલે અહેવાલ રજૂ કરવાની કવાયત હાથ ધરી છે. શ્રી કુમારે આક્ષેપ કર્યો હતો કે ગોધરાકાંડ પછી થયેલા રમખાણોમાં હજારો લોકોના મોત થયા હતા ત્યારે આ અહેવાલ જલ્દીથી રજૂ થવો જોઈએ.

ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે એક સભ્યની ન્યાયમૂર્તિ કેજી શાહની સમિતિ ગોધરા ટ્રેન સળગાવી નાખવાના બનાવમાં ૫૯ ઉતારૂઓના મૃત્યુની સ્વાયત તપાસ કરશે. ત્યાર પછી આ તપાસ પંચમાં સુપ્રિમ કોર્ટનાં નિવૃત ન્યાયમૂર્તિ જી.ટી. નાણાવટી ન્યાયમૂર્તિ શાહની વિદાય પછી આ તપાસપંચમાં જોડાયા હતા અને ન્યાયમૂર્તિ અક્ષય મહેતા પણ આ પંચમાં જોડાયા હતા. અને તપાસ કરીને અહેવાલ આપ્યો હતો.

અયોધ્યામાં કારસેવા કરીને ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના સાબરમતી એકસપ્રેસ ટ્રેનમાં પરત ફરી રહેલા ગુજરાતનાં કાર સેવકો પર ગોધરા રેલવે સ્ટેશન પર હુમલો થયો હજો જેમાં લઘુમતિ હુમલાખોરોએ ટ્રેનના એસ. ૬ ડબ્બાને બંધ કરીને જવલ્લનાલ પદાર્થ છાંટીને સળગાવવામાં આવ્યો હતો. જેમાં ડબ્બામા ૫૯ કાર સેવકો જીવતા સળગી ગયા હતા આ કરૂણ ઘટના બાદ રાજયભરનાં બહુમતી પ્રજામાં રોષની લાગણી ફાટી નીકળી હતી. આ રોષ હિંસામાં ફેરવાઈ જતા રાજયભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા આ કોમી રમખાણોમાં બે હજાર કરતા વધારે લોકો હિંસાની બલી પર ચઢી ગયા હતા. આ કોમી રમખાણોની તપાસ કરવા રાજય સરકારે ખાસ પંચન રચના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.