Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં ગુજરાતના કાર્યકારી પ્રમુખ હોદ્દેદારોએ સંસ્થાની પ્રવૃત્તિઓનો આપ્યો ચિતાર

દેશભરના ફિલ્મ આર્ટિસ્ટ /ટેકનીશીયનો ને મદદરૂપ થવા વર્ષોથી કાર્યરત સંસ્થા દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિયન હવે ગુજરાતમાં આર્ટિસ્ટ ટેકનીશીનો અને મદદરૂપ થવા માટે તત્પર બની છે .ગુજરાતમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અબ તકની મુલાકાત આવેલા અફઝલ ભાઈ મહેતર રેવતભાઈ ગજ્જર રંજનબેન ચૌહાણ ભાવનાબેન લીડીયા તૃપ્તિબેન ચૌહાણ એ દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિયન ની કામગીરી અને ગુજરાતમાં હોદ્દેદારોની વરણીની વિગતો આપતા જણાવ્યું હતું કે દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિયન ગુજરાતના આર્ટીસ્ટો અને ટેકનીશીયલ માટે માર્ગદર્શન નું કામ કરશે.દાદા સાહેબ ફાડકે ચિત્રપટ યુનિયન જે મુંબઇ મહારાષ્ટ્રમાં સીમીત હતું તે હવેથી ભારત સરકારની મંજુરીથી ઓલ ઇન્ડીયામાં પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી શકશે મતલબ કે ભારતમા: કયાંય પણ દાદા સાહેબ ફાડકે ચિત્રપટ યુનિયન કલાકારોના અને ટેકનીશયનો ના હીત માટે કાર્ય કરી શકશે.

Advertisement

જેની મંજુરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. દાદા સાહેબ ફાડકે ચીત્રપટ યુનિયનમાં ઘણા વર્ષોથી કાર્યરત એવા રેવંતભાઇ ગજજરના અથાગ પ્રયત્નથી આ યુનિયન હવેથી ગુજરાતમાં કાર્યરત રહેશે.અને આ માટે થઇ સંસ્થાના ઓલ ઇન્ડીયા પ્રેસીડન્ટ અજીત મહામુનકર દ્વારા તા. 11-3 ના રોજ ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે રેવંતભાઇ ગજજર અને અફઝલભાઇ મહેતરની નિમણુંક કરવામાં આવી છે. અને આ સાથે આ કમીટી દ્વારા ગુજરાતના મહીલા પ્રમુખ તરીકે રંજનબેન ચૌહાણની વરણી રાજકોટ મહિલા પ્રમુખ તરીકે ભાવનાબેન લીડીયાની વરણી કરવામાં આવે છે.

દાદા સાહેબ ફાડકે  ચિત્રપટ યુનિયન ગુજરાતમાં કાર્યરત હોવાથી ગુજરાતના દરેક કલાકાર કે ટેકનીશયનોને ઘણો ફાયદો થવાનો છે જેમાં આસીસ્ટ કાર્ડ માટે પહેલા મુંબઇ જવું પડતું અને છેતરપીંડીનો શિકાર પણ થઇ જવાતું કારણ કે ઘણા ફ્રોડ લોકો આવી રીતે છેતરપીંડી કરતા હોય છે અને ફરઝી આટીસ્ટ કાર્ડ કલાકારોને કાઢી આપતા હોય છે. જેનો કોઇ જ ફાયદો નથી હોતો  પણ હવેથી આ અટીસ્ટ કાર્ડ ગુજરાતમાં આ યુનિયન દ્વારા કાઢી આપવામાં આવશે. અને ડી.એસ.પી.સી. યુનિયન દ્વારા ગુજરાતના દરેક કલાકારોને સારુ પ્લેટફોર્મ પુરુ પાડવા માટે આ યુનિયન કાર્યરત રહેશે તેમ જ આગામી દિવસોમાં હિન્દી ગુજરાતી વિડીયો સોંગ વેબસીરીઝ જેવા પ્રોજેકટ શરુ કરવામાં આવશે.

આર્ટીસ્ટ કાર્ડ કલાકારો કે ટેકનીશયનો માટેનું એક આઇડેન્ટી પ્રુફ છે જે બતાવે છે કે તમે એક અભિનેતા કે અભિનેત્રી છો જે રીતે શાળા-કોલેજ કે ખાનગી કચેરી કે સરકારી કચેરીના લોકો પાસે આઇડી કાર્ડ હોય છે તો તેવો જ અભ્યાસ કરે છે. અને તે જ નોકરી કરે છે. તે રીતે એક અભિનેતા કે અભિનેત્રીનું આ કાર્ડ હોય છે જે બતાવે છે કે તમે એક અભિનેતા- અભિનેત્રી છો જયારે કોઇ કલાકાર કે આટીસ્ટ ભારત અથવા ભારતના કોઇપણ ભાગમાં શુટીંગ કરે છે ત્યારે તેની પાસે કલાકારનું કાર્ડ હોવું જરુરી છે અને આ આટીસ્ટ કાર્ડ ભારત સરકાર દ્વારા પ્રમાણીત એસોસીએશન દ્વારા જારી કરવામાં આવે છે.

એક કલાકાર છો તે જણાવે છે જેથી તમારે કોઇ રોકટોક કે તકલીફ નો સામનો કરવો પડતો નથી. અને બોલીવુડમાં ફીલ્મ સીટીમાં કે ટીવી સીરીયલોમાં વગેરે જેવા પ્લેટફોર્મ પર કામ મેળવવામાં સરળતા રહે છે.આગામી દિવસોમાં ગુજરાતના કલાકારો અને ટેકનીશયનોને લાભ થાય તે માટે અલગ અલગ સેમીનાર વર્કશોપ ટ્રેઇનીંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અને ટુંક સમયમાં જ દાદા ફાડકે ચિત્રપટ યુનિયનની ગુજરાત હેડ ઓફીસ રાજકોટમાં જ શરુ કરવામાં આવશે.

ત્યારબાદ કલાકારો અને ટેકનીશયનો પોતાના કામમાં વધુ માહીર બને તેના માટે ઇન્સીટીટયુટ શરુ કરવામાં આવશે.યુનિયનમાં જોડાયા માટે આ રેવંતભાઇ ગજજર મો. નં. 75675 28025 અને અફઝલભાઇ મહેતર મો. નં. 86900 90002, રંજનબેન ચૌહાણ મો. નં. 98795 97079, ભાવનાબેન લીડીયા મો. નં. 84603 59789 પર સંપર્ધ સાધવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.