Abtak Media Google News

રિફાઇન્ડ સોયા ઓઇલમાં સરેરાશ દૈનિક ટર્નઓવર મૂલ્યમાં 218 ટકા વધારો જ્યારે સરસવમાં 232 ટકા ઉછાળો : જુલાઇના અંતે વેરહાઉસ ખાતે સ્ટોક વાર્ષિક ધોરણે 72 ટકા વધી 250000 ટન રહ્યો

ગયા વર્ષના જુલાઈમાં 70 ટકાની બજાર હિસ્સાની સરખામણીએ વર્તમાન વર્ષના જુલાઈમાં એગ્રી-ડેરિવેટિવ્સનોબજાર હિસ્સો વધારીને 79 ટકા કરવા સાથે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એકસચેન્જે (એનસીડેકસે) પ્રોત્સાહક કામગીરી દર્શાવી છે. જુલાઈ 2021માં દેશના આ ટોચના કૃષિ-કોમોડિટી એકસચેન્જમાં એડીટીવી વાર્ષિક ધોરણે 174 ટકા વધી રૂપિયા 2151 કરોડના આંકને આંબી ગયું છે.

2020ના જુલાઈમાં રિફાઈન્ડ સોયાબીન ઓઈલનું રૂપિયા 176 કરોડનું એડીટીવી વર્તમાન વર્ષના જુલાઈમાં 218 ટકા વધી રૂપિયા 560 કરોડ રહેવા સાથે ભારતના એગ્રિ-ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રિફાઈન્ડ સોયાબીન ઓઈલે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

જુલાઈની અમારી આ કામગીરી, હાલની અતિ વોલેટાઈલ કૃષિ બજાર વચ્ચે હાજર બજારના ખેલાડીઓના ભાવ જોખમને હળવા કરવાના અમારા પ્રયાસોના ભાગરૂપ વિવિધ કૃષિ પ્રોડકટસ માટે પૂરી પડાતી આવશ્યક ભાવ સંચાલન યંત્રણાનું પરિણામ છે, એમ એનસીડેકસના મેનેજિંગ ડિરેકટર અને ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર અરુણ રાસ્તેએ જણાવ્યું હતું.

સરસવ કોન્ટ્રેકટસમાં એડીટીવી જુલાઈમાં વાર્ષિક ધોરણે 232 ટકા વધી રૂપિયા 382 કરોડ રહ્યું હતું જ્યારે સોયાબીનમાં આ આંક 435 ટકા વધી રૂપિયા 337 કરોડ રહ્યો હતો. ચણા ડેરિવેટિવ્સના સરેરાશ દૈનિક ટર્નઓવર મૂલ્યમાં 221 ટકા વધારો રહીને રૂપિયા 308 કરોડ રહ્યું છે જ્યારે કપાસિયા ખોળ માટે આ આંક જુલાઈમાં 62 ટકા વધી રૂપિયા 157 કરોડ રહ્યો છે.

ગયા વર્ષના જુલાઈમાં 37642 ટન્સની સરખામણીએ વર્તમાન વર્ષના જુલાઈમાં એનસીડેકસે 63296 ટન્સ કોમોડિટીઝની ડિલિવરી પાર પાડી હતી. જુલાઈના અંતે વેરહાઉસ ખાતે સ્ટોક વાર્ષિક ધોરણે 72 ટકા વધી 250833 ટન્સ રહ્યો હતો.

દરેક પ્રકારના સેગમેન્ટસ માટે ઉપયોગી થઈ પડે તે રીતે તૈયાર કરાતી વિવિધ સરળ યંત્રણા પૂરી પાડવા એકસચેન્જ કટિબદ્ધ છે. એગ્રિ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સહભાગી બનતા લોકો માટે સરળ માધ્યમ બની રહેલા અમારા કમ્પોઝિટ ઈન્ડેકસ એગ્રિડેકસના વધુ એક પુરક તરીકે અમે ટૂંક સમયમાં સેકટરલ ઈન્ડાઈસિસ બહાર પાડવા જઈ રહ્યા છીએ, એમ અરુણ રાસ્તેએ જણાવ્યું હતું. નોન-એગ્રિ ફ્યુચર્સમાં સ્ટીલ ફયુચર્સ કોન્ટ્રેકટે ગતિ પકડી છે, જે જુલાઈમાં તેની પ્રથમ ડિપોઝિટ તથા ડિલિવરી પરથી પ્રતિબિંબિત થાય છે.

કપિલ દેવ, ચીફ – બિઝનેસ એન્ડ પ્રોડકટસે જણાવ્યું હતું કે, જુલાઈમાં અમારા ટ્રેડિંગ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે જોવા મળેલી વૃદ્ધિ મજબૂત જોખમ યંત્રણા અને એનસીડેકસ જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મની આવશ્યકતા પર ભાર આપે છે, જેની મારફત ખેડૂતો તથા આ ક્ષેત્રના ખેલાડીઓ ભાવના જોખમને હેજ કરી શકે છે. એકંદર વિકાસમાં યોગદાન આપતા કૃષિ તથા નોન-કૃષિ ડેરિવેટિવ પ્રોડકટસ પર તથા પ્રભાવશાળી વૈશ્વિક કોમોડિટીઝ માર્કેટના પ્રવાહમાં ભારતીય અર્થતંત્રના વિકાસ પર ધ્યાન આપવાનું અમે ચાલુ રાખશું. આ માટે વધુ વિગત અર્થે કલ્પેશભાઇ શેઠ મો.નં.9820305936, ભુવન ભાસ્કર-09560473332 અને પ્રિયંકા ગૌસ્વામી મોં.નં.9968205245 ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.