Abtak Media Google News

સોમનાથ મહાદેવ મંદિર સંકલ્પ સિધ્ધી દિન નિમિતે અમદાવાદના આરાધના નર્તક સ્કુલ ઓફ કલાસીકલ ડાન્સના કલાવૃંદે કુચીપુડી નૃત્યો પ્રસ્તુત કરી મહાદેવને કલાભિષેક કર્યો.

કલાવૃંદગુરૂ સ્મિતાબહેન શાસ્ત્રી કહે છે કે આજે અમે મંદિર નૃત્ય મડપમાં પુષ્પાંજલી રાગ માટે રંગપુજા અને શિવ કથાનકવાળા કુચીપુડી નૃત્યો કલાસંસ્થાના ૪ બહેનોએ પ્રસ્તુત કર્યું

કુચીપુડી નૃત્ય નામ કેમ પડયું તેની સવિસ્તર વિગતો જણાવતા તેઓ કહે છેકે વિજયવાડાથી ૩૫ માઈલ દૂર કુચીપુડી નામનું ગામ છે. તે ગામના નામ ઉપરથી આ નૃત્ય શૈલીનું નામ પડયું.

7537D2F3

તે ગામમાં તે સમયે અને આજે પણ બ્રાહ્મણોની વસ્તી છે તે બધા નૃત્યના જાણકાર છે. ૧૭મી સદીમાં અબ્દુલ હસન તાનાશાહ ગોલકોડાના નવાબ હતા. તેઓ મછલીપટ્ટમ દેટન કરી રહ્યા હતા તેને ત્યાં યિસામો લીધો અને ત્યાંના લોકો તેનું મનોરંજન કુચીપુડી નૃત્યથી કર્યું જેથી નવાબે ખુશ થઈ, તે સમયમાં તેઓને આ નૃત્ય કલા સચવાય અને સર્ંવધન થતી રહે તેમજ પેઢી દર પેઢી જળવાય તે માટે તે લોકોને જમીન અને ગામ આપ્યાં.

આજના યુગમાં હજુ પણ મા-બાપોને શાસ્ત્રીય બેઈઝ નૃત્ય પર આદર છે.જેથી જ આ મોર્ડન વ્યાપના યુગમાં પણ આ કલા હજુ સચવાઈ છે. નૃત્ય કલા કરતી વખતે નવરસની અભિવ્યકિત કલામાં રજૂ કરાય છે. જેમાં શારીરીક હલનચલન, મુદ્રા, હાવભાવ, સ્ટેપ્સ અને દર્શકોને ધાર્મિક કથાનકો નૃત્ય દ્વારા દર્શાવાય છે.

અમારા કલાવૃંદના જલ્પા જોશી, રાગી પટેલ, પ્રશીતા સુરાના, અનુષ્કા અય્યરે આજે રજૂ કરેલી કલા દર્શકો યાત્રીકોએ તાલીઓનાં ગગડાટથી વધાવી લીધી અમારી સંસ્થાને ઢગલાબંધ એવોર્ડો મળેલા છે. અને નૃત્ય નિપુણતા મેળવવાથી એનર્જી લેવલ જળવાઈ રહે છે. અને સ્ટ્રોંગ ફૂટવર્ક બોડી લેન્ગવેઝ શારીરીક લાલીત્ય જીવનની શ્રેષ્ઠ પ્રતિભા બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.