Abtak Media Google News

પ્રોજેકટ ‘હિમાન્ક’ અંતર્ગત લેહમાં ૩૫ મીટરની લંબાઈ ધરાવતા ‘ચામેસાહન બ્રીજ’ને ખુલ્લો મુકાયો

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને આજરોજ લેહ લદાખના વિસ્તારમાં બનેલો અતિજોખમી વિશ્વના સૌથી ઉંચા યુદ્ધના મેદાન સિયાચેન ગ્લેશીયરમાંથી બ્રીજ માટેના માર્ગને ખુલ્લો મુકયો છે. બ્રો સંસ્થાએ ૩૫ મીટર લાંબુ ‘ચામેસાહન બ્રીજ’ બનાવતા લેહના પ્રવાસીઓ માટેના બોટલનેકને હટાવવું પડયું છે. પ્રોજેકટ ‘હિમાન્ક’ અંતર્ગત સિયાચીન ગ્લેશિયર પરથી પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Advertisement

સંસ્થાના અધિકારીએ જણાવ્યું કે, સિયાચેન ગ્લેશિયર અને નુબ્રા વેલીને જોડતા ખાલ્સર, સાસોમા પર બનેલા અતિ જોખમી બ્રીજનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ચામેસાન બુંગપા બ્રીજનું નિર્માણ નવીનતમ વિચારો, પ્લાનીંગ અને કામદારોની મહેનતથી જ શકય બન્યું છે. ખાલસાર સાસોમાં રોડ પર ઉનાળા દરમ્યાન પર્યટકો અને મિલેટ્રીના જવાનોની ટ્રાફિક સમસ્યા રહેતી હોય છે ત્યારે આ બ્રીજ ખુબ જ મદદ‚પ બનશે.

બ્રો સંસ્થાના એન્જીનિયરો અને આર્કિટેકચર નિષ્ણાંતો ખાલેસર સાસોમાં રોડ પર સાત બ્રીજ બનાવશે. જેમાંથી પહેલા પુલનું કામ હાલ જ પૂર્ણ થયું છે. તેથી સૈનિક પનામીક ગામ જતા પર્યટકો અને સૈન્યના જવાન તેમજ સ્થાનિકો માટેની ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. બ્રીજનું ઉદઘાટન બોર્ડર રોડના ડાયરેકટર લેફટનન્ટ જન હરપાલ સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. લદાખની મુલાકાતે ગયેલા જનરલ સિંહે અધિકારીઓને હિમાન્ક પ્રોજેકટ અંતર્ગત બનેલા બ્રીજ માટેના સાહસની સરાહના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.