Abtak Media Google News

ભારતમાં ૬૨ ટકા મહિલાઓમાં વિટામીન ‘ડી’ની અછત

ભારતીય મહિલાઓને મેદસ્વિતાની સમસ્યા સામાન્ય પણે હોય જ છે. ભારતમાં કુલ ૬૮ ટકા સ્ત્રીઓમાં વિટામીન ‘ડી’ની ઉણપ ડાયાબીટીસ અને સ્થુળતા જોવા મળે છે. જેમાંથી ૨૬ ટકા મહિલાઓમાં વિટામીન ‘ડી’ની કમી જોવા મળે છે. તો કહી શકાય કે ભારતમાં ફકત ૫.૫ ટકા મહિલાઓ જ પૂરતા પોષણ ધરાવે છે. એઈમ્સના અભ્યાસમાં ભારતના ડાયાબીટીસ ફાઉન્ડેશન તેમજ ઓબોસીટી અને કોલેસ્ટ્રોલ ફાઉન્ડેશને પણ મદદ કરી હતી. અભ્યાસ મુજબ ચોંકાવનારી ટકાવારી સામે આવી હતી.

વિશ્વભરમાં વિટામીન ‘ડી’ની ઉણપની સમસ્યા સામાન્ય બની રહી છે. જેને કારણ અનેક રોગ બહાર ફેંકાઈ રહ્યા છે. રિસર્ચરોના અભ્યાસ મુજબ વિટામીન ‘ડી’ની ઉણપ ધરાવતી સ્ત્રીઓ સામાન્ય પણે ગૃહિણીઓ હોય છે. અને તેના પહેરવેશની પેટર્નને કારણે જ તેમને સૂર્યપ્રકાશ મળતો નથી. ત્યારે ઉતર ભારતમાં જયાં સામાજીક આર્થિક સગવડતાઓ ઓછી છે. ત્યાંની સ્થિતિઓમાં વિટામીન ડીની કમી જોવા મળી નથી.

વિટામીન ‘ડી’ આમ ખૂબજ ઓછા ખોરાકમાં હોય છે. માટે આ પ્રકારના આહારનો ડાયેટ ચાર્ટમાં સમાવેશ કરવો જોઈએ. શરીર માટે કેલ્શીયમ અને ફોસ્ફોરસ બનાવવા માટે વિટામીન ‘ડી’ મહત્વપૂર્ણ ભૂમીકા ધરાવે છે. આ ઉપરાંત રોગ પ્રતિકારક શકિત અને નર્વસ સિસ્ટમને પણ વધુ સક્રિય બનાવે છે. દુધ, સાલમોન, ઈંડા, મશ‚મ, માછલીનું તેલ, સોયા મિલ્ક, બદામ અને અખરોટ જેવા ખોરાકમાં ભરપૂર માત્રામાં વિટામીન ‘ડી’ હોય છે.જે અસ્થમાં અને ડાયાબીટીસ જેવી બિમારીઓ સામે રક્ષણ અપાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.