Abtak Media Google News

મોબાઈલ ડિવાઈઝ તેમજ એપ્લીકેશનો પર ડેટા પ્રાઈવસીના નિયમો લગાવવામાં આવશે

ટેલીકોમ કંપનીઓના લોકોના ડેટાની સુરક્ષાના ભાગ‚પે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઈન્ડિયા (ટ્રાય)એ જાહેર કર્યું હતું કે, ડેટાની માલિકીનો હક ફકત લોકોનો જ રહેશે જેનો ઉપયોગ ઈન્ટરનેટ જાયન્ટ કે મોબાઈલ ડિવાઈસના ઉત્પાદકો કરી શકશે નહીં. ટાયે જણાવ્યું હતું કે, ટેલીકોમ કંપનીઓએ બિનઉપયોગી ડેટાનો ગેરઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું કારણકે દરેક યુઝર્સને પોતાની ખાનગી વાતચીત હોય છે.

જે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સથી ડિજિટલ ઈકોસિસ્ટમમાં સ્ટોર કરવામાં આવે છે. જેને નિયંત્રિત કરવામાં આવશે.કારણકે લોકોના ડેટાની સુરક્ષા, ખાનગીકરણ અને માલિકીના અધિકારો ટેલીકોમ સેકટર ધરાવતું નથી. તાજેતરમાં જ ફેસબુકે તેના ડેટાનો ગેરઉપયોગ કર્યો હતો ત્યારે સોશિયલ મીડિયા અને ટેલીકોમ ઉધોગ પોતાની ગુણવતા ગુમાવી રહ્યું છે અને બિઝનેસ માટે એપલ, સેમસંગ, ગુગલ અને એમેઝોન જેવી ઘણી કંપનીઓને આ ડેટાની  જરૂરીયાત છે માટે ટ્રાયના ચેરમેન આર.એસ.શર્મા જણાવે છે કે ટેલિકોમ યુઝર્સ ડેટાના સાચા હકદારો છે જેની બીજી માલિકી સાથે છેડછાડ યોગ્ય નથી માટે હવે મોબાઈલ ડિવાઈસ અને એપ્લીકેશનોને પણ ડેટા પ્રાઈવસી નિયમો અંતર્ગત લાવવામાં આવશે.

રેગ્યુલેશન મુજબ બિનજ‚રી ડેટાનો સંગ્રહ પણ ટાળવામાં આવશે. કારણકે ટેકનોલોજી માણસને ઉપયોગી થવી જ જોઈએ પરંતુ તેનો ગેરઉપયોગ થવો જોઈએ નહીં માટે ટેલીકોમ કંપનીઓને પણ ડેટા પ્રાઈવસીના નિયમોમાં સાંકળી લેવાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.