Abtak Media Google News

ભારત સરકારની અપીલ બાદ સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો

નેશનલ ન્યૂઝ

Advertisement

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય ખલાસીઓને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે આ મામલે કતારની કોર્ટનો સંપર્ક કર્યો છે.

સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો હતો

વિદેશ મંત્રાલયે કહ્યું, “વિગતવાર નિર્ણયની નકલની રાહ જોવાઈ રહી છે.” અમારી કાનૂની ટીમ આગામી પગલાઓ અંગે આઠ ભારતીયોના પરિવારના સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા.

મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં. અમે કતાર પ્રશાસન સાથે આ મામલો સતત ઉઠાવતા આવ્યા છીએ અને કરતા રહીશું.

કોણ છે આઠ ભારતીયો?

ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર તરીકે કરવામાં આવી છે.

શું છે આરોપ?

કતાર સ્થિત અલ દહરા કંપનીમાં કામ કરતા આઠ ભારતીયો પર કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ છે. જોકે સત્તાવાર રીતે કતારે આરોપો અંગે કંઈ કહ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.