Abtak Media Google News

વિશ્ર્વના સૌથી જુના વ્યવસાય તરીકે તેની ગણના થાય છે: સરકારી આંકડા મુજબ દેશમાં 3 મિલિયન  સેકસ વર્કરો છે તો આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાના મત મુજબ બે કરોડ જેટલો હોય શકે છે: એઇડસ કંટ્રોલમાં આ સમુદાયનો મહત્વનો ફાળો ગણી શકાય

Advertisement

સમાજની સામાજીક વ્યવસ્થા સાથે બળાત્કાર જેવા ગુના રોકવા પણ તેનું હોવું જરુરી છે: ગણિકા, રૂપજીવની, વૈશ્યા, કોર્મશિયલ સેકસ વર્કરને છેલ્લે ફિમેલ સેકસ વર્કર (FSW) ના નામથી ઓળખાવા લાગી

પ્રાચિનથી અર્વાચિનકાળ સુધી તેનો ઇતિહાસ છે: ચૌલા સામ્રાજયમાં ‘દેવદાસી’ મુઘલ સામ્રાજયમાં ‘તવાયફ’ અને મુજરાના રુપે આ પ્રવૃતિનો કલા સંગમ થયો હતો: 16મી સદીમાં પોર્ટુગી જ શાસકો અને 18મી સદીના અંતે બ્રિટીશ શાસનમાં ‘કમાટી પુરા’ ખાતે રેડલાઇટ એરીયા વિકસાવ્યો હતો

 

એક રોચક સર્વે મુજબ દેશમાં દર કલાકે નવી 4 સ્ત્રીઓ આ વ્યવસાયમાં પ્રવેશ મેળવે છે

 

પૃથ્વી પરની દરેક સંર્સ્કતિમાં વેશ્યાવૃત્તિ અસ્તિત્વ ધરાવે છે. આપણાં દેશમાં પ્રાચિન કાળથી આ પ્રથા ચાલી આવતી રહી છે. વિશ્ર્વના સૌથી જુના વ્યવસાય તરીકે તેની ગણના થાય છે. આજે એટલે જ ર1મી સદીમાં તેને કોર્મશિયલ સેકસ વર્કર જેવા શબ્દોથી ઓળખાય છે. સ્વૈચ્છાએ સ્ત્રી કોઇ પુરુષ સાથે શરીર સંબંધ બાંધે તે ગુનો નથી અને તેને પોલીસ હેરાન ન કરી શકે તેવા સુપ્રિમ કોર્ટના જજમેન્ટથી આ મુદ્દો આજે દિવસભર ચર્ચામાં ચાલ્યો. રેડલાઇટની કાનુની ગ્રીન લાઇટને સમાજ સ્વીકારશે. પ્રારંભે ગણિકા, વૈશ્યા, રૂપજીવની, કોર્મશિયલ સેકસ વર્કર બાદ હવે ફિમેલ સેકસ વર્કર (ઋજઠ) થી ઓળખાય છે. આપણાં દેશનો ઇતિહાસ જોઇએ તો આમ્રપાલી અને નગર વધુ જેવી વાતો જાણવા મળે છે. સમાજ શાસ્ત્રના મત મુજબ માનવીના સામાજીક જીવનને વ્યસ્થિત ચલાવવા કે બળાત્કાર જેવા વિવિધ ગુના ડામવા કે કંટ્રોલ માટે આ સિસ્ટમનું હોવું અતિ જરૂરી છે.

આર્થિક સંકળામણને કારણે કશુ જ બાકી ન રહેતા મહિલાઓ છેલ્લે આ ક્ષેત્રે ઝંપલાવે છે. રેડ લાઇટ એરીયામાં આવતી છોકરીઓને બીજેથી ઉઠાવી લાવીને પણ અહી આ વ્યવસાયમાં ધકેલી દેવાય છે. પણ પેઢી દર પેઢીથી આ વ્યવસાયમાં જોડાયેલા પરિવારો તો છેલ્લા 100 વર્ષથી આજ કરે છે. તે પણ એટલું જ નગ્ન સત્ય છે. આજકાલ ઇન્ટરનેટ, પોર્નોગ્રાફી જેવું યુવા વર્ગ જોતો હોય ત્યારે તેના રહસ્યો ચિરવા કે જાણવા જીવનમાં એકવાર આ મઝા માણે છે. રેડલાઇટ એરીયામાં એક સર્વે મુજબ એક સ્ત્રી સવારથી સાંજ પાંચથી છ ગ્રાહકોને સંતોષ આપે છે. આપણાં દેશમાં સરકારી આંકડા મુજબ 3 મિલિયન સેકસ વર્કર છે જયારે આ પરત્વે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓના મતે ર0 કરોડથી વધુ આ ક્ષેત્રે જોડાયેલી છે. જેમાં રેડલાઇટ એરીયા કરતા પ્રાઇવેટ કે હોટલોમાં કે પોતાના ઘરે આ વ્યવસાય ચલાવતી સ્ત્રીઓ કે છોકરીઓની સંખ્યા મોટી છે.

આપણી આજની વ્યવસ્થામાં લાચારી – મજબુરી, મોજશોખ કે આર્થિક મુશ્કેલી સૌથી અગત્યની બાબત આ વ્યવસાય સાથે જોડાયેલી સ્ત્રીઓની છે. રેડલાઇટ એરીયાની સ્ત્રીઓના બાળકોના અભ્યાસ, લગ્ન જેવી ઘણી બાબતોમાં સમાજનો સહયોગ મળતો નથી. સમાજ આજે પણ તેની સાથે ભેદભાવ  કે અસહયોગ રાખે છે. તેના માનવીય અધિકારીનું હનન સાથે તેનું જીવન મુશ્કેલી સભર બનાવે છે, દરેશ શહેર કે 10 ટકા લોકો મોજ-શોખ માટે જતાં હોય છે. બાકીના તો એ વિસ્તાર તરફ બીજા જોઇ જશે કે શરમને કારણે ત્યાંથી પસાર પણ થતાં નથી. છેલ્લા બે દાયકાથી એઇડસ કંટ્રોલમાં તેની મહત્વની ભૂમિકા હોવાથી તેમને માટે ઘણા પ્રોજેકટ એઇડસ કંટ્રોલ સોસાયટીએ હાથ ધર્યા છે. જેમાં કોન્ડોમ વિતરણ, એઇડસ અને ગુપ્ત રોગની તપાસ વિવિધ ચેપી રોગોની સમજ સાથે તેને જાગૃત કરવાના વિવિધ પ્રયાસો – પ્રોજેકટો હાથ ધરાયા છે. તેમને આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવી મહત્વની બાબતમાં સરકાર સહાયભૂત થઇ રહી છે. તેના પુર્નવસન માટે પણ ઘણી સંસ્થા કામ કરે છે.

દેશમાં ઘણા રેડલાઇટ એરીયા છે, જેની હંમેશા ચર્ચા કરવામાં આવે છે તે ‘સોનાગાચી’ એશિયાનો સૌથી મોટો રેડલાઇટ વિસ્તાર મનાય છે. આ વિસ્તાર કોલકતાનો ખુબ જ લોકપ્રિય વિસ્તાર છે, જયાં પાંચ લાખ જેેટલી મહિલાઓ આ વ્યવસાયમાં સામેલ છે. બીજા નંબરે મુંબઇના કમાટી પૂરા, દિલ્હીન જી.બી. રોડ, આગ્રામાં કાશ્મીરી માર્કેટ, ગ્વાલિયરના રેશમપુરા અને પુનામાં બુધવાર પેઠ પણ લોકપ્રિય છે. ગુજરાતમાં પણ રાજકોટ, સુરત, ભુજ, જામનગર જેવા વિવિધ શહેરોમાં આવા વિસ્તારો છે. જયાં બીજા રાજયમાંથી પણ મહિલાઓ પૈસા રમવા અહીં આવે છે. જેમાંથી ઘણી મહિલાઓ પોતાના દેશમાં ભાઇ-બહેનને ભણાવવા કે લગ્ન  કરવા સુધીની દર માસે રકમ મોકલેલ છે.

લોકડાઉન વખતે સૌથી કપરી સ્થિતિ આ સેકસ વર્કરોની હતી. રેશન કાર્ડ ન હોવાથી સરકારી રેશન મેળવવા તે અસમર્થ છે. આ ક્ષેત્રે કાર્યરત ઘણી મહિલાઓ એઇડસના વાયરસ એચ.આઇ.વી. થી ચેપગ્રસ્ત હોય કે ગુપ્ત રોગનો શિકાર બની હોય છે. એઇડસ કંટ્રોલની પ્રવૃત્તિ શરુ થયા બાદ કોન્ડોમનું ચલણ 100 ટકા વધી ગયું છે, છતાં પૈસાની લાલચે વગર કોમ્ડેમે પણ કાર્ય કરવા તૈયાર થઇને પોતાનો જીવ જોખમમાં મુકે છે. આજે તો સમગ્ર દેશમાં એક જ ચચાં ચાલે છે કે શું સેકસ વર્કને સામાન્ય વ્યવસાય ગણી શકાય? સેકસ વર્ક ઇલ  આ લોકોની મુશ્કેલી તરફ સમાજનું ઘ્યાન દોરવા વૈશ્ર્વિક સ્તરે ‘રેડ અમ્રેલા ડે’ ની ઉજવણી પણ થાય છે. રેડલાઇટ એરીયાની પાસે જ શેલ્ટર હોમમાં તેના સંતાનોને રાત્રે દરરોજ શિક્ષણ આપવાનું કામ પણ ઘણી સંસ્થાઓ કરે છે. રાત્રે બાળકો આ હોમમાં જ રહેતા હોય છે. એકવાર મોજ મજા લેનાર યુવા વર્ગને લત લાગતા અહી વારંવાર વીઝીટ કરતો થઇ જાય છે.

પ્રાઇવેટમાં ચાલતા આ વ્યવસાયમાં પણ જનારો વર્ગ બહુ મોટો છે અને આ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સ્પામાં દરોડા પાડતા હોય ત્યારે પણ આ ક્ષેત્રનું કાર્ય કરતી લલનાઓ વધુ ઝડપાઇ જાશય છે. હોટલોની અંદર તો તમો માંગો ત્યારે હાજર થઇ જાય છે. પૈસા પ્રમાણે તમોને છોકરીઓ સપ્લયા થાય છે. દલાલો પોતાનું કમિશન લઇને બાકી રકમ સ્ત્રી કે છોકરીને ચુકવતા હોય છે. ઘણી સંસ્થાઓ કોઇ મહિલાઓને આ વ્યવસાયમાંથી નિકળવું હોય તો પુન: વચન માટે પણ કાર્ય કરી રહ્યા છે. જેમાં વિવિધ ગૃહઉઘોગ, સિલાઇ મશીન જેવી મદદ કરીને સ્વમાન ભેર જીવન જીવવા પ્રેરણા આપે છે.

ભારતમાં  વૈશ્યાવૃત્તિ વિષયે કાનુની સ્થિતિ જોઇએ તો અને વેશ્યા શબ્દનો અર્થ નાણાકિય વળતરની અવેજીમાં પોતાના શરીરનો કામી ઉદેશ માટે ઉપયોગ કરવા દેનાર જેવો થાય છે. પ્રાચિનથી અર્વાચિન કાળ સુધીનો તેનો ઇતિહાસ છે. ચૌલા સામ્રાજયમાં દેવદાસી પ્રથા ખુબજ બળવત્તર બની હતી. મુઘલ સામ્રાજયના સમયમાં તવાયફ અને મુજરાના રુપે આ પ્રવૃતિનો કલા સંગમ થયો હતો. 16મી સદીમાં ગોવામાં પોર્ટુગીઝ શાસકો દ્વજારા જાપાનિઝ સ્ત્રીઓને લાવીને વેશ્યાવત્તિ વસાવવાનો ઉલ્લેખ જોવા મળે છે. 18મી સદીના અંતમાં બ્રિટીશ શાસનમાં ‘કમાટી પુરા’ ખાતે રેડ લાઇટ એરીયા વિકસાવાયો હતો. મનોરંજનના અન્ય સાધનોનો અભાવ અને અજ્ઞાન માનવીને વૈશ્યાગમન ક્ષેત્રે આકર્ષિત કરે છે. એક રોચક સર્વેમાં આપણાં દેશમાં દર કલાકે નવી 4 સ્ત્રીઓ આ વ્યવસાયમાં પ્રવેશ મેળવે છે. આ વ્યવસાયમાં મોટાભાગની નેપાળ, બાંગ્લાદેશની વધુ જોવા મળેછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.