Abtak Media Google News

પીઠમાં દુખાવો શરૂ થતા એક મહિના સુધી સંપૂર્ણ આરામની સલાહ

આઇપીએલની અગિયારમી સિઝન શરૂ થાય એના બે દિવસ પહેલાં જ દિલ્હી ડેરડેવિલ્સની મોટી વિકેટ પડી ગઈ છે. ટેસ્ટનો વર્લ્ડ નંબર વન બોલર સાઉથ આફ્રિકાનો કેગિસો રબાડા પીઠના દુખાવાને લીધે આ વખતની આઇપીએલની બહાર થઈ ગયો છે.

તેને દિલ્હીના ફ્રેન્ચાઇઝીએ ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રબાડા ત્રણ મહિના સુધી નથી રમી શકવાનો. તેને તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ દરમિયાન પીઠમાં દુખાવો શરૂ થયો હતો. તે રિહેબિલિટેશન પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં એક મહિના સુધી સંપૂર્ણ આરામ કરશે કે જેથી જુલાઈમાં શ્રીલંકા સામેની સિરીઝમાં રમી શકાય.

રબાડા આ વખતની આઇપીએલમાં ન રમી શકનારો પ્રથમ ખેલાડી નથી.

નાઇટ રાઇડર્સનો મિચલ સ્ટાર્ક પણ પગની ઈજાને લીધે આ વખતે નથી રમવાનો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.