Abtak Media Google News

જ્યારે પણ એ ખબર આવે કે કોઈ મોટા અધિકારીએ પોતાના બાળકને સરકારી સ્કૂલમાં એડમિશન લેવડાવ્યું ત્યારે આપણે એમ લાગે છે કે હવે એ સ્કૂલની હાલત હવે બહેતર થશે. આ ખબર ગરીબ અને આથીર્કરૂપ થી કમજોર લોકોની આંખને ચમકાવી દે છે. તેમણે લાગે છે કાશ આવું થતું હોત તો તે પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકત. આપના દેશમાં જો આવું થાય તો બધી સ્કૂલ સરકારના નિયંત્રણમાં આવી જાય. દેશ કોઈ રાજ્યમાં ભલે આવી કોઈ પહેલ શરૂના થઈ હોય પરંતુ દિલ્હી આ દિશામાં એક કદમ ઉઠાવી રહી છે. દિલ્હી સરકાર સરકારી સ્કૂલોમાં સુવિધા વધારવાની સાથે પ્રાઈવેટ સ્કૂલોને ટેકઓવર પણ કરવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ હવે સ્કૂલોનું સંચાલન હવે કોઈ પ્રાઈવેટ સેક્ટરના હાથમાં નહીં પરંતુ દિલ્હી સરકારના હાથમાં હશે.  જેની દેખ રેખની જીમ્મેદારી શિક્ષા નિદેશાલયની રહશે.

દિલ્હી સરકારે દિલ્હીની હાઇ કોર્ટમાં એક પ્રસ્તાવ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે 449 પ્રાઈવેટ સ્કૂલોને ટેકઓવર કરવા માટે તૈયાર છે. સચિવ પુણ્ય સલિલ શ્રીવાસ્તવ 16 ઓગસ્ટે દિલ્હી સરકાર તરફથી હાઇ કોર્ટમાં પ્રસ્તાવ મૂક્યો હતો. સરકાર જે સ્કૂલોને ટેકઓવર કરવાની તૈયારી કરે છે તે સ્કૂલોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ  મથુરા રોડ, સ્પ્રિંગ ડેલ , અમિતિ ઇન્ટરનેશનલ સાકેત , સંકૃતિ સ્કૂલ અને મોર્ડન પબ્લિક સ્કૂલ સામેલ છે. આ એ સ્કૂલ છે જેમાં દરેક માતા –પિતા પોતાના બાળકોને આ સ્કૂલમાં એડમિશન લેવા ઇચ્છતા હોય છે. આ સ્કૂલોની ફી ઘણી વધારે હોય છે. સરકારે આ સ્કૂલોને ફી ઓછી કરવા માટે નોટિસ પણ આપી હતી. દિલ્હી સરકારે હાઇ કૌર્ટે એફિડેવિટ દઈને કહ્યું હતું કે બે અઠવાડિયામાં જો આ સ્કૂલો કોઈ સંતોષજનક જવાબ નહીં આપે તો સરકાર આ સ્કૂલોને ટેકઓવર કરશે.

દિલ્હીની 410 પ્રાઈવેટ સ્કૂલ એવી છે જે સરકારી જમીન પર બનેલી છે. દિલ્હી સરકારે આદેશ આપ્યો હતો કે સરકારી જમીન પર બનેલી સ્કૂલ સરકારની મંજૂરી વગર ફી માં વધારો કરી સકશે નહીં. ડીહલિ હાઇ કૌર્ટે આ નિર્ણયને સારો ઠહેરાવિયો હતો. 2016-17ના સત્રમાં 150 સ્કૂલોએ ફી વધારવનું આવેદન આપ્યું હતું. હાલ આમથી 25 સ્કૂલોએ પોતાનું આવેદન પાછું લઈ લીધું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી મનીષ સિસોડિયાએ કહ્યું હતું કે પ્રાઈવેટ સ્કૂલોના ફી વધારવાના પ્રસ્તાવને માનવું કોઈ પણ રીતે સાચું નથી. દિલ્હી સરકારે હાઇ કોરટમાં જે પ્રાઈવેટ સ્કૂલને ટેકઓવર કરવાની વાત કરી છે તેમાં હાઇ કોર્ટે પણ પ્રતિકિયા આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.