Abtak Media Google News

ગુજરાત તેલ તેલિબીયા એસોસિયેશનના પ્રમુખ સમીરભાઈ શાહે વડાપ્રધાનને પત્ર લખ્યો

આત્મનિર્ભર ભારત ના સંકલ્પને પૂરો કરવા માટે તંત્ર દ્વારા પૂરજોશ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તેલની આયાતઘટે તે માટે સ્થાનિક તેલના વપરાશ અને ફરજિયાત કરવા ની વ્યવસ્થા કરવા ગુજરાત રાજ્ય તેલ અને તેલીબિયાં એસોસિએશનના પ્રમુખ સમીરભાઈ સાહેબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવી રજૂઆત કરી છે

વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન ના ખૂબ જ સારા પરિણામ મળી રહ્યા છે ત્યારે તેલના કુલ વપરાશ ના ૬૨થી ૬૫ ટકા તેલની આયાત કરવામાં આવે છે અને મોટાભાગે સ્વચ્છતા અને આરોગ્ય માટે નુકસાનકારક પામોલીન તેલની આયાત કરવામાં આવે છે જે શરીર અને ખાસ કરીને માટે ખૂબ જ જોખમી હોય છે તેવા સંજોગોમાં પામોલીન તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે વેજીટેબલઘી અને તમામ ઘરેલુ ઉપયોગ માટે ફરજિયાત પણે સ્થાનિક ધોરણે ઉપલબ્ધ  કપાસિયા રાયડા એવા સ્થાનિક તેલનો ફરજિયાત પણે ૧૦ટકા ઉપયોગ કરવા નો નિયમ બનાવવો જોઈએ ,સ્થાનિક તેલના ઉપયોગને ફરજિયાત કરવામાં આવે તો સ્થાનિક તેલ ઉદ્યોગને પ્રોત્સાહન અને પામોલીવ તેલ જેવા આયાતી તેલ પર ની નિર્ભરતા ઓછી થશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.