Abtak Media Google News

મ્યુ. કમિશનરને રજૂઆત: આંદોલનની ચીમકી

જામનગરના મોરકંડા માર્ગે કેનાલ, ભૂગર્ભ ગટરનું કામ અત્યંત જરૃરી હોય, સત્વરે હાથ ધરવા માટે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને પંદર દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી છે. જામનગરના વોર્ડ નંબર ૧ર ના કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજીએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, અકસ્માત પણ થતાં રહે છે અને લોકો ગંભીર ઈજાનો ભોગ બનતા રહે છે. આ કેનાલ બાબુ અમૃતના વાડાથી મોરકંડા રોડથી કલ્યાણચોક, સેટેલાઈટ સોસાયટી, રાજ સોસાયટી, મોરકંડા માર્ગે મુખ્ય કેનાલ હોય, ત્યાં ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. આથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત મેઈન રોડ ઉપર કેનાલ હોવાથી બાલનાથ સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી મેઈન રોડ સુધીના વિસ્તારને આવરી લે છે. જે ૧પ થી ર૦ હજાર લોકોને અસરકર્તા છે. આમ આ કેનાલનું કામ કરવું ખૂબ જ આવશ્યક છે. આ પહેલા પાંચેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં દાદ આપવામાં આવી નથી. જો પંદર દિવસમાં કેનાલનું કામ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને આ મહત્ત્વના પ્રશ્ને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી આ પત્રમાં આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.