સરકારી શિક્ષકોના ગેરકાયદેસર ટ્યુશન, સરકારી શાળા સંકુલનો દુરુપયોગ, ઇન્ટર્નલ માર્કની સત્તાનો દુરુપયોગ અને બોર્ડ પેપર ચેકીંગમાં લોટ પાણીને લાકડા જેવા દુષણો અટકાવવા માંગ

ગુજરાતની શિક્ષણ નીતિમાં પરીક્ષાલક્ષી સુધારાઓ અને  નિયમનો ઉલાળીયો કરી સરકારી પગાર ખાય ખાનગી ટ્યૂશન ચલાવતા અને સરકારી શાળા સંકુલ નો દુરઉપયોગ કરનાર શિક્ષકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટના પ્રમુખ પ્રકાશ કરમચંદાણી, સેક્રેટરી હાર્દિક ચંદારાણા, કમિટી મેમ્બર નિકુંજભાઈ સહિતના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારી ને વિસ્તૃત પત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.

IMG20220505112717 scaled

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ને આવેદનપત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાતનું શિક્ષણ એક આગવી ઓળખ ઉભી કરી રહી છે, ત્યારે સરકાર અને શિક્ષણ વિભાગના તમામ નિયમોઘોળી ને પી, ગયેલા સરકારી ગ્રાન્ટથી ચાલતી મોટાભાગની શાળાના શિક્ષકો ગેરકાયદેસર રીતે કોચિંગ ક્લાસ ચલાવે છે, અને ફેડરેશન ઓફ એસોસિયેશન ગુજરાત ના આગેવાનોએ શિક્ષકોની આગેરકાનૂની પ્રવૃત્તિ સામે લગામ કસવા અને સરકારી શાળા ના સંકુલો નો ગેરકાયદેસર ઉપયોગ, શાળાના આચાર્ય દ્વારા શાળા સમય બાદ સરકારી શાળાની બિલ્ડિંગમાં જ વિદ્યાર્થી પાસેથી એક્સ્ટ્રા ફી ઉઘરાવીને કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે,

આવા સંકુલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, શિક્ષકોએ ઇન્ટર્નલ માર્ક તથા છડેચોક પેપર લીક કરી, ખોટી રીતે માર્કની લહાણી કરતા હોવાનો આક્ષેપ કરી એસોસિએશન દ્વારા આ દૂષણ સામે કાર્યવાહીની માંગ કરી છે, પીટીસી ની પરીક્ષામાંથી ઇન્ટર્નલ માર્ક કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે તેના દ્વારા વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ થતું હતું, આ જ રીતે બોર્ડની પરીક્ષાઓમાં પણ ઇન્ટર્નલ માર્ક કાઢી નાખવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ  અને વાલીઓ નું સામાજિક ,આર્થિક શોષણ અટકાવી શકાય બોર્ડના પેપર ચેકીંગ વખતે ડાંડાઈ કરતા શિક્ષકો માટે કડક નિયમો બનાવવા જોઇએ, બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ પેપર ચેક કરવું એ દરેક શિક્ષકની જવાબદારી છે.

તથા જવાબદારીમાંથી સરકારી શિક્ષકો અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ માં ભણાવતા શિક્ષકો છટકી જાય છે  આવા શિક્ષકો બીમારીનું બહાનું આપે છે, અથવા તો શાળા માંથી રાજીનામું આપી દેછે, આવા ફરજ થી દૂર થતા શિક્ષકો સામે પણ આકરી કાર્યવાહી કરવી જોઈએ ,કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા શિક્ષકો અને શાળાઓ દ્વારા ચાલતી બંધ કરવાની માંગ કરી ગુજરાતના શિક્ષણને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે સરકારના પ્રયાસોમાં કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ એકેડેમી એસોસિએશન ગુજરાત સંપૂર્ણ સહકાર આપશે તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.