Abtak Media Google News

ગુજરાતમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના લોકસભા વિસ્તાર ગાંધીનગર / અમદાવાદ શહેર માં અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થતી નીતિઓને ટોઇલેટ પેપર ની જેમ લુછી ને ફેંકી દેવાની તેમજ હાઇકોર્ટના સ્ટે ની અવગણના કરવાની એક ગંભીર પ્રક્રિયા ભાજપના કેટલાંક અગ્રણીઓના ઈશારે / મૂક સંમતિથી શરૂ થયેલ છે જે ગુજરાતમાં કાયદાનું શાસન અને વડાપ્રધાનની ઓથોરીટી ખતમ થઇ ગઈ હોવાના ગંભીર સંકેત સમાન છે. તેમ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દિપક બાબરીયાએ આક્ષેપ કરતા જણાવ્યું છે

Advertisement

તાજેતરમાં ગુજરાત સરકાર  ભાજપના આગેવાનોની મુક સંમતિ સાથે કલેકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ દ્વારા હાઇકોર્ટના સ્ટે અને કેન્દ્ર  ગુજરાત સરકારની 2010 પહેલાના ઝૂંપડાવાસીઓને વિક્લ્પકે જગા આપવાની યોજનાઓની ધજીયા ઉડાવી સ્થાપિત હિતો  બિલ્ડરો / કોન્ટ્રકતરો ના મેળાપીપણા માં સરખેજ શકરી તળાવ વિસ્તારના 50 થી વધુ કુટુંબો પર બુલડોઝર ફેરવી દેવાની અને અન્યાયી પ્રક્રિયાનો વિરોધ કરતાં ગરીબ માણસોને બેરહીમીથી માર મારી સામાન્ય પ્રજા પર આંતક ફેલાવાવામાં આવેલો છે અને તેઓને આવા આકરા ઉનાળા માં બેઘર કરી દેવામાં આવ્યા છે.

દેશમાં અને ગુજરાતમાં 2022 સુધીમાં તમામ ઝૂંપડાવાસીઓને પાકા મકાન આપવાની વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર ની જાહેરાત તેમજ રાજ્ય સરકારની મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં હોવા છતાં આજની તારીખે પણ રાજ્યમાં શહેરી વિસ્તારની 30 ટકા પ્રજા ઝૂંપડા / ચાલીઓ માં રહે છે. કોરોના  બેરોજગારી અને મોઘવારીને કારણે ગરીબ સ્થળાંતરિત મજદૂરોને પરવડે તેવા ભાડે મકાન મળવા પણ ભારે મુશ્કેલ થઈ ગયા છે.

દરેક નાગરિક ને રહેણાંકનો અધિકાર છે અને ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓને સુસંગત વિકલ્પે જગ્યા આપી વડાપ્રધાનના વચનને પૂરું કરવાને બદલે  ભાજપ સરકારની નીતિઓને  હાઇકોર્ટ અને કાયદાના શાસનનું અનુસરણ કરવાને બદલે  માનવતાને નેવે મૂકી ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને તંત્ર સ્થાપિત હિતોના મેળાપીપણા માં આંતક નો અને સ્વલેખિત સરમુખત્યારી શાસનનો વરવો નાચ કરી રહ્યા છે.  કેન્દ્ર અને રાજ્ય સરકાર આવા તત્વો ને કાબૂમાં રાખી શકતી ન હોય તો વડાપ્રધાને તેમની આવાસ યોજના અને તેની જાહેરાતો બંધ કરી દઈ ગરીબ પ્રજા સાથે છેતરપીંડી કરવાનું બંધ કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.