Abtak Media Google News

કેશોદ નગરપાલિકા સંચાલિત જર્જરિત હાલતમાં રહેલાં બિલ્ડીંગ ને નવનિર્માણ કરવાની માંગ કરતાં વેપારીઓ

કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપી જાનમાલની નુકસાની થવાની સંભાવના વધી છે ત્યારે રૂબરૂમાં રજુઆત કરી.

કેશોદ નગરપાલિકા સંચાલિત ચાલીસેક વર્ષ જુનું જર્જરિત હાલતમાં રહેલાં બિલ્ડીંગ તાલુકા પંચાયત કચેરી સામે આવેલ છે. જેમાં ધંધા રોજગાર કરતાં વેપારીઓ દ્વારા આજરોજ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છાશવારે પોપડા પડવા ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી પડવાથી જાનમાલની નુકસાની વેઠવી પડે છે.

જુનાગઢ સોમનાથ હાઈવે રોડ પસાર થતો હોવાથી ભારે વાહનો ને કારણે કાંકરી ખરવાની કાયમી ધોરણે સમસ્યા ઉભી થાય છે. કેશોદ નગરપાલિકા સંચાલિત જુનાં બિલ્ડીંગ માં ઉપરનો ત્રીજો માળ અધુરી કામગીરી સાથે વર્ષોથી બંધ હાલતમાં હોય જેનો ઈમલો સત્વરે ઉતારી લેવામાં આવે તો વજન ઘટી જાય અને થોડી ઘણી રાહત મળે એવું છે.

કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી વહેલાસર વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી ઉકેલ લાવવા ખાત્રી આપી હતી. કેશોદ નગરપાલિકા હસ્તકની કેશોદ શહેરમાં ચાર બિલ્ડીંગ માં રેલ્વે સ્ટેશન પાસે, શરદચોક,ટાવર બિલ્ડીંગ અને ચાર ચોક જુનું બાલમંદિર વાળું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે તો આવનારાં દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી શકે એવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.