Abtak Media Google News

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ સંપત્તિ મળી આવે છે ત્યારે દુધઈ ની ગૌચર જમીન માં સફેદ માટી નું ખોદકામ અટકાવવા રજુઆત કરવામાં આવી છે જેમાં દુધઈ થી ગઢડા નાં સિમાડે નદીકાંઠે ગૌચર જમીન માં હિટાચી મશીન અને જેસીબી મશીનથી ખોદકામ છેલ્લા એક વર્ષથી ચાલું હોય આ કામ ગઢડા નાં કુકાભાઈ કોળી વતી ચાલું હોય અને રાત્રી નાં સમયે ડમ્પરો ભરી મોરબી તરફ મોકલી આપવામાં આવે છે.

ત્યારે તેઓને મૌખિક જાણ કરી ગૌચર જમીન માં ખોદકામ અટકાવવા માટે જણાવેલ હતું તેમ છતાં રાત્રી નાં સમયે ડમ્પરો ભરી ખોદકામ ચાલુ છે ત્યારે આ ખોદકામ તાત્કાલિક ધોરણે અટકાવવા માટે સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગ ને દુધઈ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હતી આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર મુળી ને પણ રજુઆત કરવામાં આવી હતી.

તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સુરેન્દ્રનગર જીલ્લા ખાણ ખનીજ વિભાગ ને રજુઆત કરવામાં આવી છે જોઈએ હવે તંત્ર શું પગલાં ભરે છે તેની સામે ગામજનો ની નજર નોંધાયેલ છે નહીંતર આગામી સમયમાં જનતા રેડ કરી ખનિજ માફીયાઓ ઉપર પંચાયત કેસ દાખલ કરવામાં આવશે ગૌચર બચાવવા માટે હવે પંચાયત અને ગામજનો મેદાનમાં ઉતરવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.