મોરબીમાં વડીલો પાર્જીત જગ્યા પર અનઅધિકૃત બાંધકામ અટકાવવા માંગ

જુના મહાજન ચોક સાયન્ટિફિક કલોકવાળી જગ્યામાં કોમર્શીયલ બાંધકામ

મોરબીના જુના મહાજન ચોક ખાતે આવેલ સાયન્ટિફિક કલોક મેન્યુફેક્ચરિંગ કંપનીના નામવાળી જગ્યામાં અત્યારે ચાર માળનું મંજૂરી વગર બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ તેમજ ફાયર એનઓસી વગર તેમજ આ જગ્યા વડીલો-પાર્જિત હોય, આ જગ્યા માટે મોરબી સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહેલ હોય જેથી આ બાંધકામ અટકાવવા નીખિલભાઈ મહેશભાઈ ગજ્જર દ્વારા મોરબી નગર પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી.

લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લાના રે.સર્વે નં. 2575 નંબર વાળી જગ્યા કે જે સાયન્ટીફીક કલોક જુના મહાજન ચોક તરીકે ઓળખાય છે. તે મારા નાનાજી બાબુલાલ શીવલાલ મીસ્ત્રીએ પોતાની સ્વપાર્જીત મીલ્કત ખરીદ કરેલ તેમનુ અવસાન તા. 18/7/1992 ના રોજ ગુજરી ગયેલા અને અમે સ્વ.બાબુલાલ મીસ્ત્રીના દીકરી સુશીલાબેન બાબુલાલ મીસ્ત્રીના સીધીલીટીના વારસદાર છીએ અને અમારા માતુશ્રી 1975 થી માનસીક બીમારીથી પીડાતા હોય તેમના વતી તમામ પ્રકારનુ સંચાલન અમે કરીએ છીએ.

ઉપરોકત જગ્યા અમારા નાનાજીએ પોતાની હયાતીમા પોતાની કંપની સાયન્ટીફીક કલોક મેન્યુફેકચરીંગ નામની કંપનીમા રોકાણ પેટે રાખેલ અને જયારે અમારા નાનાજી ગુજરી ગયેલા ત્યારે તે આ કંપનીમા ભાગીદાર હતા.આ જમીન પર અમારા ગુજરનાર મામા જયેશભાઈ બાબુલાલ મીસ્ત્રીના વારસદારોએ બાંધકામ શરૂ કરેલ હોય અને અમે જયારે મોરબી મુકામે ગયેલા ત્યારે અમને માલુમ  પડેલ કે અમારા મામાના દીકરા અર્જુન જયેશભાઈ મીસ્ત્રી તથા નકુલ જયેશભાઈ મીસ્ત્રીએ કોમર્શીયલ બાંધકામ શરૂ કરેલ હોય જેથી અમો અરજદારે નામ. મોરબીના મહે. બીજા એડી. સીનીયર સીવીલ જજ સાહેબ સમક્ષ રે.દી.કે.નં. 13022 થી અમારો હકક હીસ્સો મેળવવા અંગે દાવો દાખલ કરેલ હોય જેથી અમો અરજદારની અરજીને ધ્યાને લઈ નામ. અદાલતમા દાવો પેન્ડિંગ હોય હાલ પુરતું બાંધકામ અટકાવવા માંગણી સાથે લેખિત અરજી કરેલ હતી.

આ સાથે મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી જિલ્લા અધિક કલેક્ટર, મોરબી સીટી મામલતદાર, મોરબી નગર પાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખને પણ આ નમ્ર લેખિત અરજીની નકલ રવાના કરવામાં આવી હતી.