Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટે સરકારને રિપોર્ટ રજૂ કરવા આપ્યો આદેશ

રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ગામો તથા વિકટર પોર્ટ પર થયેલ મેન્ગ્રુવના વૃક્ષો્નુ નિકંદન અંગે   ગુજરાત હાઈકોર્ટે દ્વારા સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

રાજુલા તાલુકાના દરિયાકાંઠા ગામો તથા વિકટર પોર્ટ પર થયેલ મેન્ગ્રુવના વૃક્ષો્નુ નિકંદન અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં વિકટર નાં સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી આ અરજી તેમણે દાવો કર્યો હતો કે રાજુલા તાલુકાના દરિયાકાંઠા ના ગામો જેવાં કે ભેરાઈ કથીવદર પીપાવાવ વિકટર બંદર ખેરા દાતરડી પટવા ચાંચ બંદર સહિતના ગામોના દરિયાકાંઠાના વિસ્તારોમાં વન વિભાગ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા આશરે ૧ લાખ ૪૦ હજાર જેટલા મેન્ગ્રુવના વૃક્ષો્નુ વાવેતર કરવામાં આવેલું હતું.

આ વૃક્ષ દરિયાકાંઠા વિસ્તારોમાં ક્ષારનું પ્રમાણ આગળ વધતું અટકાવે છે સમુદ્રની ભરતી સમયે દરિયાઇ પાણીને નિયંત્રણમાં રાખે છે જેથી દરિયાઇ પાણી ઝડપથી આગળ ના વધી શકે સમુદ્રની જીવસૃષ્ટિ આ વૃક્ષોમાં પોતાના બચ્ચાને ઉછેરે છે પશુપાલન પોતાના પશુઓને દુષ્કાળ તથા ઉનાળાના સમયમાં ચરવા માટે જાય છે આ વૃક્ષ દરિયાકાંઠે સુરક્ષા પાળા જેવું કામ કરે છે પરંતુ રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં વિકટર પોર્ટ પર ઓમ્ સાંઈ નેવિગેશન પ્રા. લિ કંપની તથા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપનીએ અને અન્ય ખાનગી ઈસમોએ ઉદ્યોગોના વિકાસ માટે આ વનસ્પતિ નો નાશ કરેલો છે.

જે અંગેની સુનાવણી   ગુજરાત હાઇકોર્ટમાં ૬ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ યોજાયેલી હતી તેમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રુવના વૃક્ષો્નુ નિકંદન પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો તેમજ વિકટર પોર્ટ પર ઓમ્ સાંઈ નેવિગેશન પ્રા લિ કંપની પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો અને અમરેલી જિલ્લા કલેકટર, રાજુલા મામલતદાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન વિભાગ  તથા ગુજરાત સરકારને નોટિસ ફટકારી હતી પરંતુ ૨૯ એપ્રિલ સુધી ગુજરાત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ રજૂ ના કરતા ગુજરાત હાઈકોર્ટે દ્વારા સરકારને મેન્ગ્રુવ નિકંદન અંગે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.