દિવાળીના તહેવાર ટાંણે જ ડેન્ગ્યૂના ડાકલાં: 12 કેસ નોંધાયા

મેલેરિયાના પણ ત્રણ કેસ: શરદી-ઉધરસના 206, તાવના 43 અને ઝાડા-ઉલ્ટીના 34 કેસ મળી આવ્યા

દિવાળીના તહેવાર ટાંકણે જ ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગે માથું ઉંચકતાં ફરી ચિંતાનું મોજું ફેલાઇ ગયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી ડેન્ગ્યૂ તાવના નવા 12 કેસ મળી આવ્યા હતા. જ્યારે મેલેરિયાના પણ ત્રણ કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 735 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 10 થી 16 ઓક્ટોબર દરમિયાન શહેરમાં ડેન્ગૂના 12, મેલેરિયાના ત્રણ, શરદી-ઉધરસના 206, સામાન્ય તાવના 43, ઝાડા-ઉલ્ટીના 34 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે 77,544 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 1778 ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છરોની ઉત્પતિ સબબ 735 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.