નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ૧૯મીએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

nitin patel | government
nitin patel | government

માધાપર ખાતે કોર્પોરેશન ૪૫.૭૫ કરોડના ખર્ચે ૮૦ એમએલડીની ક્ષમતાનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે: નાયબ મુખ્યમંત્રીના હસ્તે બાયોમિેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે

રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ આગામી ૧૯મી માર્ચના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓના હસ્તે માધાપર ખાતે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવનાર ૮૦ એમએલડીના ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તા વોર્ડ નં.૧૫માં બાયોમિેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમના જનમેદની એકત્ર કરવા માટે આજે મેયરે ભાજપના કોર્પોરેટરોને ટાર્ગેટ આપી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ હાલ માધાપર ખાતે મહાપાલિકા દ્વારા વર્ષ ૧૯૯૪માં ૪૪.૫ એમએલડીની ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં અટલ મિશન યોજના અંતર્ગત  કરોડના ખર્ચે નવો ૮૦ એમએલડીની ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત રાજયના નાયબ મુખ્યમંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧૫માં ‚ા.૧.૧૦ કરોડના ખર્ચે બાયોમિેનેશન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાંી હોટલ-રેસ્ટોરન્ટમાંી ઉપલબ્ધ તા કચરા અને છાંણમાંી ગેસ બનાવવામાં આવશે. આ પ્લાન્ટનું પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

નાયબ સી.એમ. બન્યા બાદ નીતિનભાઈ પટેલ પ્રમવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યાં હોય. તેઓને આવકારવા માટે જનમેદની એકત્ર કરવા ભાજપના કોર્પોરેટરોને ટાર્ગેટ આપી દેવાયો છે.