Abtak Media Google News

FCIએ ગત વર્ષ કરતા 34 ટકા ઓછા ઘઉની ખરીદી કરી

ગત વર્ષની સરખામણીમાં ઘઉંનું ઉત્પાદન ખૂબ જ વધ્યું છે ત્યારે ખાનગી લોકો કે જે ઘઉં ખરીદી કરતા હોય છે તેના કારણે સરકાર દ્વારા ઘણી અગવડ તેનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી સમયમાં આ સ્થિતિ ઉદભવી ન થાય તેના માટે સરકારે નિર્ધારિત રીતે ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. હાલની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ ગત એક દસકામાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સૌથી ઓછા પ્રમાણમાં ઘઉંની ખરીદી કરશે તો નવાઈ નહીં આ અંગે સૂત્રો દ્વારા માહિતી મળી હતી. ગત વર્ષની સરખામણીએ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 1.3 કરોડ ટન ઘઉની ખરીદી કરી છે જે ગત વર્ષની સરખામણીમાં ૩૪ ટકા ઓછું છે.
સરકારનું માનવું છે કે હાલ ઉનાળુ પાક જે રીતે યાર્ડ માં આવવું જોઈએ તે આવી શકતું નથી અને રાજ્યમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં સૌથી ઊંચી ઘઉંની ખરીદી કરવામાં આવી છે. ત્યારે સારા ઉત્પાદન હોવા છતાં સરકારના ગોડાઉનો ખાલીખમ રહેશે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સરકારી એજન્સીઓ ચાલુ વર્ષમાં ૪.૪ કરોડ ટન ઘઉ ખરીદી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે સરકારને આશા છે કે હજુ પણ જે સમય બાકી રહ્યો છે તે અરસામાં સરકારી એજન્સી તે ટાર્ગેટને પરિપૂર્ણ કરી શકશે. તો નિર્ધારિત થયેલા લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરકાર માટે અને સરકારી એજન્સી માટે ખૂબ જ કપરા ચઢાણ રહેશે.
જે રીતે ખાનગી લોકો ઘઉંની ખરીદી કરી રહ્યા છે અને તેને લઈ સરકારને પાણી માટી અસરનો સામનો પણ કરવો પડ્યો છે એટલું જ નહીં ખાનગી ક્ષેત્રે માંગમાં વધારો થતાં ખેડૂતો પણ ઘઉં નો સંગ્રહ કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની સ્થિતિ ન બગડે તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારે પગલાં લેવામાં આવશે.
ખેતી ક્ષેત્રે થયેલી ક્રાંતિને ઉજાગર કરવા સરકાર 30 એપ્રિલ સુધી જાગૃતિ કાર્યક્રમ યોજશે
કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અને પેલા ઘણા વર્ષોમાં ખેતી ક્ષેત્રે ક્રાંતિ સર્જાણી છે તે મુદ્દાને ઉજાગર કરવા માટે સમગ્ર ભારતમાં કેમ્પિંગ હાથ ધરી રહ્યું છે અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે એટલું જ નહીં આ કાર્યક્રમમાં સરકાર ખેતી ક્ષેત્રે કરેલા કામો અને સંપૂર્ણ રીતે ઉજાગર કરશે અને લોકોને માહિતગાર પણ કરશે. સરકાર દ્વારા જે કામ હાથ ધરવામાં આવ્યા છે તે અંગે અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ ની અમલવારી યોગ્ય રીતે થાય અને સરકારના લાભો ખેડૂતોને મળતા રહે તે દિશામાં પણ માહિતગાર કરવામાં આવશે. કારનો લક્ષ્ય એ છે કે ખેડૂતોની આવક બમણી થવી જોઈએ અને ખેતી ક્ષેત્રે દેશની આવક વધે તે દિશામાં સરકાર સતત કાર્યરત છે જેને ધ્યાને લઇને સમગ્ર ભારતમાં એક અઠવાડિયા સુધી આ કાર્યક્રમ યોજાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.