Abtak Media Google News

અતિવૃષ્ટિના નુકસાન પેટે રાજય સરકારે મોદી સરકાર સમક્ષ રૂ.૪૪૭૩ કરોડ જેટલી રકમની સહાય માંગી પરંતુ ફદીયુ’ય ચૂકવાયું નહીં

વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં અતિવૃષ્ટિએ રાજયમાં તબાહી મચાવી હતી એ સમયે અતિવૃષ્ટિના નુકસાન પેટે ભાજપ સરકારે કેન્દ્ર પાસે રૂ.૪૪૭૩ કરોડ જેટલી રકમની સહાય માંગી હતી. જો કે, અત્યાર સુધી ‘મોસાળે જમણ અને માં પીરસનાર’ના દાવા કરનાર ભાજપની કેન્દ્ર સરકારે ગુજરાતને તબાહીથી યેલા નુકશાનને સરભર કરવા પાઈ પણ ચૂકવી ની.

રાજયને કુદરતી આફતના નુકસાન પેટે કેન્દ્ર સરકારે કેટલી રકમ ચૂકવી તેવો પ્રશ્ર્ન કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વિધાનસભામાં પુછતા ગુજરાત પ્રત્યે મોદી સરકારના પ્રેમના બણગા છતાં ઈ ગયા છે. આ પ્રશ્ર્નના જવાબમાં રેવન્યુ મંત્રી કૌશિક પટેલે કબુલાત આપી છે કે, ૨૦૧૫માં ગુજરાતની અતિવૃષ્ટિના

નુકસાન પેટે કેન્દ્ર સમક્ષ રૂ.૪૪૭૩.૪૭ કરોડની સહાય માંગવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે ફંડ ચૂકવ્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે બહોળુ નુકશાન યું હતું જેના અનુસંધાને રાજય સરકારે મોદી સરકાર સમક્ષ રૂ.૨૦૯૪ કરોડની માંગણી કરી હતી. જે પણ હજુ વિચારણા હેઠળ છે. ૨૦૧૫માં અતિવૃષ્ટિના નુકસાન પેટે વળતર મેળવવામાં ગુજરાત સરકાર ક્રાઈટ એરીયામાં ન આવતી હોવાનો દાવો કેન્દ્ર દ્વારા કરાયો હતો. અલબત બન્ને વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફી ફદીયુ પણ અપાયું નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.