Abtak Media Google News

કેશ ક્રોપ તરફ વળતા કઠોળમાં અનેકવિધ પ્રશ્ર્નો થયા ઉદ્ભવિત : અડદમાં કોટા સિસ્ટમ રાજકારણનું એક કારણ

સમગ્ર દેશમાં અતિવૃષ્ટિ જોવા મળી રહી છે ત્યારે કઠોળમાં અનેકવિધ પ્રશ્ર્ન ઉદભવિત થતા હોય તેવું લાગે છે ત્યારે આગામી ૩૧ માર્ચ સુધીમાં ભારત મ્યાનમાર પાસેથી અઢી લાખ ટન અડદની આયાત કરશે તે અંગેની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. આયાત માટે ઘણા ખરા પ્રશ્ર્નો સામે ઉદભવિત થઈ રહ્યા છે ત્યારે અતિવૃષ્ટિ જ એકમાત્ર કારણ અડદની આયાત માટેનું હોય તેવું માનવામાં આવે છે કયાંકને કયાંક નિરર્થક છે.હાલ ખેડુતો કેશ ક્રોપ તરફ આગળ વધી રહ્યા છે જેમાં મગફળી, કપાસનો સમાવેશ થતો હોય છે જેને લઈ કઠોરમાં જે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે થઈ શકતું નથી.

કઠોરને લઈ ઘણા ખરા પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે સામે અનેકવિધ રાજકારણો પણ રમાઈ છે ત્યારે જયારે રાજકારણની વાત કરવામાં આવે તો કોટા સિસ્ટમ મુકવામાં આવી છે. કોટા સિસ્ટમ મારફતે વેપારીઓ પોતાની મનમાની ચલાવી શકે છે ત્યારે ભારે વરસાદનું કારણે જે અડદની આયાત માટે જણાવવામાં આવે છે તે યોગ્ય નથી પરંતુ સરકારની ડિરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે ડીજીએફટીએ દાળ પ્રોસેસ કરતી મિલોને અડદ માટેનાં કોટાની ફાળવણી કરી છે અને જણાવ્યું છે કે, ૩૧ માર્ચ ૨૦૨૦ પહેલા અઢી લાખ ટન અડદની આયાત મ્યાનમારથી કરવામાં આવશે. સાથો સાથ ભારત સરકારે અડદની આયાત માટે કુલ ૪ લાખ ટનનું પ્રવિધાન ૨૦૧૯-૨૦૨૦ માટે કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

7537D2F3 9

આ પૂર્વે સરકારે આયાત દોઢ લાખ ટનની નિર્ધારિત કરી હતી જે અઢી લાખ ટન કરવાનો નિર્ણય ૧૯ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ લેવાયો હતો ત્યારે સરકારે કઠોરની આયાત માત્ર દાળનાં મિલરો માટે ખુલ્લી રાખી હોય તેવું લાગી રહ્યું છે.

સાથોસાથ સરકારે સુચિત પણ કર્યા હતા કે, તેઓને જરૂરીયાત મુજબની અડદ દાળની રીકવાયરમેન્ટ ૩૦ ડિસેમ્બર સુધી કરવાની રહેશે. સમગ્ર દેશમાંથી ડીજીએફટીને માત્રને માત્ર ૧૮૧૯ જ અરજીઓ મળી હતી જેમાંથી ૧૭૭૮ અરજીઓને માન્ય રાખવામાં આવી છે. આ તકે ઓલ ઈન્ડિયા દાલ મિલર એસોસીએશનનાં પ્રેસીડેન્ટ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ,તેઓએ સરકારને રજુઆત કરી છે કે તમામ દાળ મિલોને યથાયોગ્ય અને એક સરખા પ્રમાણમાં કોટા આપવામાં આવે જે અંગેની રજુઆત સરકારે માન્ય પણ રાખી છે.

માંગનાં આધારે સરકારે જાહેર કર્યું છે કે, જે ઓઈલ મિલરોને આયાત માટેની પરવાનગી મળી છે તેઓને પ્રતિ મિલ ૧૩૯ ટન અડદ આપવામાં આવશે જે ૩૧ માર્ચ ૨૦૨૦ પહેલા સર્વેને મળી શકશે. આ તકે તે વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે માત્રને માત્ર અડદ જ મ્યાનમારમાં મળે છે અને પ્રતિ કવિન્ટલનો ભાવ ૮૧૦ ડોલર રાખવામાં આવ્યો છે જે ભારતીય કરન્સીમાં ૫૬,૭૦૦ રૂપિયા રહે છે. વધુમાં કયાંકને કયાંક ઈમ્પોર્ટ માટેનું કારણ અતિવૃષ્ટિ અને વાવેતરનાં સમયમાં ફેરબદલ પણ જાણવામાં આવે છે ત્યારે કઠોર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રી અતિરેક અઢી લાખ ટનનું આયાત કરવાની રજુઆત ગત ૪ માસ પહેલા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.