Abtak Media Google News

વર્ષ ૨૦૧૭માં એચ.૧બી કેટેગરીમાં ભારતીયોને સૌથી વધુ ૬૩% વિઝા મળ્યા; ચીન બીજા ક્રમે

વર્ષ ૨૦૧૬-૧૭માં નોકરી માટે અમેરિકા દ્વારા ઈશ્યુ કરાયેલા એચ.૧બી વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને મળ્યો છે જો કે, વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીએ ૪%નો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૭,૮૧૫ ભારતીયોના વિઝા અમેરિકા ઓથોરિટીએ મંજૂર કર્યા હતા. જયારે વર્ષ ૨૦૧૫-૧૬માં ૭૦,૭૩૭ ભારતીયોના અમેરિકામાં વિઝા મંજૂર થયા હતા. આ ચાર ટકાના ઘટાડા પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ કંપની કુટનીતિ ગણી શકાય જો કે, ચાર ટકાનો ઘટાડો થયો હોવા છતાં ભારતીયોએ સૌથી વધુ એચ.૧બી વિઝા મેળવ્યા છે. જેમાં ચીન પણ પાછળ રહી ગયું છે. અને બીજા ક્રમે નોંધાયું છે.

અમેરિકામાં નોકરી અર્થે આપવામા આવતા એચ.૧બી વિઝામાં ભારતનો પ્રથમ જયારે ચીનનો બીજો ક્રમ નોંધાયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતીયોને ૬૩ ટકા વિઝા મળ્યા છે. આ ઘટસ્ફોટ યુનાઈટેડ સ્ટેટસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વીસીસનાં અહેવાલમાં તાજેતરમાં થયો છે.

વર્ષ ૨૦૧૭માં અમેરિકા દ્વારા કુલ ૧.૦૮ લાખ વિઝા ઈસ્યુ કરાયા હતા જેમાં ભારતીયોનો હિસ્સો સૌથી વધુ ૬૩% ટકા નોંધાયો હતો. તેમ ખૂલ્યું છે. જયારે વર્ષ ૨૦૧૬માં ૧.૧૪ લાખ વિઝામાંથી ૬૨% હિસ્સો ભારતીયોને મળ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, શરૂ ‚આતી રોજગારીને લઈ એચ.૧બી વિઝામાં ભારતીયોની સંખ્યા ૪.૧% ઘટી છે. જયારે તેની સામે સતત રોજગારીમાં ભારતીયોની સંખ્યા વધી છે. શ‚રૂ આતી રોજગારી એટલે કે અમેરિકામાં કામ કરવા માટે પ્રથમ વખત વીઝા લેવામાં આવે તે કેજેને વર્ક વિઝા પણ કહેવાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.