Abtak Media Google News

ભાજપ શુક્રવારે રાજયભરમાં કરશે શૌર્ય દિવસની ઉજવણી.

“સુજલામ સુફલામ જળ અભિયાનએ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનું મહાઅભિયાન છે: વિજયભાઇ રૂપાણી.

આગામી શુક્રવારે પોખરણ અણુ ધડાકા દિવસ નીમીતે ભાજપ દ્વારા રાજયભરમાં શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. ગઈકાલે મળેલી પ્રદેશ ભાજપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રદેશ બેઠકના સમાપન સત્રમાં સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના જીભ અને મગજના છેડા તૂટી ગયા છે. આમાં ક્યાય જળઅભિયાન એ ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનું આ મહાઅભિયાન છે. ગુજરાતના ગામડે-ગામડે  સ્વયંસેવકો, કાર્યકરો અને સરકારી તંત્ર ૪૪-૪૫ ડીગ્રી તાપમાં સેવાયજ્ઞ કરી રહ્યા છે.

ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડ્યો છે. ટેકનોલોજીની મદદી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકારે શ્રેણીબધ્ધ સુધારાઓ ચાલુ કર્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોના માળખામાં પણ બહુ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.

આગામી ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ એ ભારતનું ભવિષ્ય કઇ દિશામાં લઇ જવુ તે માટે નિર્ણાયક બનવાની છે. ત્યારે ગુજરાતની ૨૬ બેઠકો પર ભવ્ય વિજય મેળવી ફરીી નરેન્દ્રભાઇને પ્રધાનમંત્રી બનાવવા આપણે સૌ આજી જ કાર્યરત બનીએ.

પ્રદેશ બેઠકના પ્રારંભમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આજે સમગ્ર દેશમાં સામાજીક પરિવર્તન અને જનસુખાકારી માટેના અનેક કાર્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હા ધર્યા છે ત્યારે ગ્રામ સ્વરાજ અભિયાનના માધ્યમી ગુજરાત ભાજપાના કાર્યકરો/આગેવાનોએ પણ ગામડેગામડે જઇ ગરીબ, કિસાન, યુવાનો અને રોજગારી અંગે યોજનાઓ માટે જનજાગૃતિ લાવવાનું કામ સુપેરે પાર પાડ્યુ છે.

જીતુભાઇ વાઘાણીએ જળસંચય અભિયાન દ્વારા પડકારને અવસરમાં પલટાવવાનું ભગીર કાર્ય કરવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ સમગ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.

ગૌસેવા અને જળ અભિયાન બાબતે કોંગ્રેસના બેબુનિયાદ આરોપો અંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાની સરકાર અને ભાજપાના કાર્યકર્તાઓ વર્ષોી ગૌસેવામાં કાર્યરત છે. જ્યારે કોંગ્રેસના લોકો ગાયના નામે પણ રાજકારણ રમે તે શરમજનક છે. ભ્રષ્ટાચાર એ કોંગ્રેસની ગળુંથીમાં છે તેી જ તેને લોકભાગીદારી દ્વારા કરવામાં આવતા જળ અભિયાનના કાર્યમાં પણ ભ્રષ્ટાચાર દેખાય છે.

એકતરફ કોંગ્રેસ આક્ષેપબાજી અને જુઠ્ઠાણાઓમાં વ્યસ્ત છે ત્યારે ભાજપાના કાર્યકરો જનતાની સેવામાં કાર્યરત છે. આગામી સમયમાં ભાજપા સરકાર સૌરઉર્જા દ્વારા ખેડૂતોની વર્ષો જુની માંગણી અને સમસ્યાનો ઉકેલ લાવશે.

વાઘાણીએ કોંગ્રેસને આડેહા લેતા કહ્યુ હતુ કે, પ્રજાજીવનના રચનાત્મક કાર્યોને કારણે નગરપાલિકામાં ભાજપા વિજય મેળવે છે જ્યારે કોંગ્રેસ નકારાત્મકતા દાખવે છે, હવનમાં હાડકા નાંખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે.

રાજ્ય સરકારના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે કિસાનો માટે જાહેર નારી અતિ મહત્વની સૌરઉર્જા કિસાન હિત યોજનાની પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી હતી. આ યોજના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં જ સૌરઉર્જાનું ઉત્પાદન કરી વિજળી વાપરશે તેમજ સરકારને વેચી વધારાની આવક પણ મેળવી શકશે.

Dsc7833

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ ગ્રામ સ્વરાજ અભિયાન અને સુજલામ સુફલામ જળ અભિયાન જેવા કાર્યક્રમોને સંગઠન શક્તિની મદદી સામુહિકતામાં સફળ બનાવવા બદલ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. ભીખુભાઇ દલસાણીયાએ પક્ષના આગામી કાર્યક્રમો વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ૧૧મી મે પોખરણમાં કરેલા અણુ ધડાકાનો દિવસ છે તેને સમગ્ર ગુજરાતમાં ભાજપા દ્વારા સૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઇજીના નેતૃત્વમાં ભારત અણુ મહાસત્તા બન્યુ હતું.

ભારતની આ ઉપલબ્ધીી યુવાનોને માહિતગાર કરવા માટે તમામ જીલ્લાઓમાં યુવા કારોબારી આયોજીત કરવામાં આવશે. આગામી ૨૬મી મેના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને ચાર વર્ષ પૂર્ણ નાર છે ત્યારે કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓની માહિતીઓ જનજન સુધી પહોચાડવા માટેના કાર્યક્રમો યોજવામાં આવશે.

તારીખ ૨૭મી મે ના મન કી બાત કાર્યક્રમનું પણ સમગ્ર ગુજરાતના તમામ શક્તિકેન્દ્રો પર સામુહિક શ્રવણનો કાર્યક્રમ યોજાય તે અંગેનંઉ આયોજન કરવા સૂચના આપી હતી.

રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજીએ પણ સુજલામ સુફલામ જળ અભિયાનમાં મળેલા વ્યાપક આવકાર બદલ સરકાર અને સંગઠનને અભિનંદન આપ્યા હતા. સમગ્ર ભારતમાં પ્રમ વખત ગુજરાત સરકાર દ્વારા રજુ નાર સૌરઉર્જા કિસાન હિત યોજનાને પણ બિરદાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.