Abtak Media Google News

વર્ષોથી તણાવ અને સંઘર્ષનો સામનો કરી રહેલા મધ્યપૂર્વીય દેશ સીરિયામાં આજે પણ યુદ્ધ અટકવાનું નામ નથી લઇ રહ્યું. ગઇકાલે બુધવારે ઇઝરાયલે ઇરાનના સૈનિકો પર મિસાઇલ સ્ટ્રાઇક કર્યા બાદ પહેલીવાર ઇરાને ઇઝરાયલ આર્મી પર પલટવાર કરી મિસાઇલ લૉન્ચ કરી છે. ઇઝરાયલના સૈનિકોએ આરોપ લગાવ્યો છે કે, ઇરાને ગોલાન હાઇટ્સ પ્રદેશમાં એકસાથે 20 મિસાઇલ સ્ટ્રાઇક કરી છે. જેનો જવાબમાં ઇઝરાયલ સૈન્યએ ક્રૂઝ મિસાઇલથી આપ્યો છે. ઇઝરાયલ સેનાએ દાવો કર્યો કે, તેઓએ સીરિયામાં અંદાજિત ડઝન ઇરાનના સૈનિકો પર હુમલો કર્યો છે. સીરિયામાં અનેક વર્ષોના તણાવ બાદ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે આ સૌથી મોટો ટકરાવ જોવા મળી રહ્યો છે.

Advertisement

ઇઝરાયલ એર ડિફેન્સ (આઇડીએફ)ના સ્પોક્સપર્સને કહ્યું કે, જ્યુઇશ સ્ટેટના ડિફેન્સિવ લાઇન એરિયામાં ઇરાનિયન ક્વોડ્સ ફોર્સે અંદાજિત 20 જેટલાં રોકેટ્સ છોડ્યા છે. સૈન્ય હુમલામાં અનેક સૈનિકોને ગંભીર ઇજાઓ થઇ છે.
જો કે, બાદમાં ડિફેન્સ સ્પોક્સપર્સને પોતાનું નિવેદન બદલ્યું હતું અને આ એરસ્ટ્રાઇકમાં કોઇ પણ સૈનિકોને ઇજા નથી પહોંચી તેવું કહ્યું હતું.

સેનાના સ્પોક્સપર્સને જણાવ્યું કે, મિસાઇલ્સથી કોઇ નુકસાન થયું નથી કારણ કે, એન્ટી-મિસાઇલ સિસ્ટમે આ રોકેટ્સને અધવચ્ચે જ નષ્ટ કરી દીધા છે.ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ઇરાન સાથે ન્યૂક્લિયર ડીલમાંથી અમેરિકાને હટાવ્યા બાદ ઇઝરાયલે બુધવારે ઇરાનના 9 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઇઝરાયલે ઇરાનની રાજધાની દમાસ્કસમાં આવેલા ગોલાન હાઇટ્સ પર એરસ્ટ્રાઇક કરી હતી. જેમાં 9 સૈનિકોનાં મોત થયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.