Abtak Media Google News

હોમ એપ્લાયન્સીસ, ફર્નીચર અને વોશીંગ મશીન સહિતની ઇલેકટ્રોનીક આઇટમોમાં ધરખમ ભાવવધારાની શકયતા

અમેરિકન ઓનલાઇન ઇ-કોમર્સ કંપની વોલમોર્ટ ભારતીય કંપની ફિલ્પકાર્ટમાં ૭૭ ટકાનો હિસ્સો ખરીદી અત્યાર સુધીની પોતાની સૌથી મોટી ડીલ કરી છે. ત્યારે ઇ-કોમર્સ અને ઓનલાઇન બિઝનેસ ભારત માટે ધીકતો ધંધો અને વિદેશી કંપનીઓ માટે ટંકશાળ બની રહેશે. આ ડિલ બાદ ઇન્ટરનેટ યુઝરો માટે નિયમો પણ ઘડવામાં આવશે. વોલમાર્ટે ફિલ્પકાર્ટના શેર ખરીદતા અનેક વિદેશી ઇન્ટરનેટ પેઢીઓએ પ્રશ્ર્નો કર્યા હતા.

Advertisement

ત્યારે હવે ભારતે પોતાનું ઇન્ટરનેટ જાયન્ટ બનાવવાનો સમય આવી ચુકયો છે. કોઇ પણ સ્માર્ટ પોલીસીનું નિર્માણ એક મોટા વિચારથી થાય છે. ભારતમાં સૌથી મોટું માર્કેટ હોવાથી આપણે માર્કેટ પાવરનો ઉપયોગ લઇ શકીએ ઇ-કોમર્સની વાત કરીએ તો ૩ ટકા ભારતીય રિટેલ માર્કેટ હાલ ઓનલાઇન છે. સ્માટફોન, ડેટા ટ્રાન્સમિશન ક્ષમતા અને ઇન્ટનેટ ટ્રાન્સેકશન ઝડપથી વિકસી રહ્યા છે. તેથી લોકોની માથાદીઠ આવક વધી રહી છે. અને તેથી ખરીદી ક્ષમતા પણ વધે છે.

માટે કહી શકાય કે ઇ-કોમર્સ માર્કેટ ભારત માટે સોનાનો સુરજ લાવી શકે છે. ભારતમાં પોતાનું ઇન્ટરનેટ જાયન્ટ બનવાથી વિદેશી ઇન્ટરનેટ કંપનીઓ માટે ખતરો તો ખરો જ ભારતના માર્કેટની ક્ષમતાને કારણ વોલમાર્ટ ફિલપકાર્ટ ડિલ ભારતને ફળી શકે તેમ છે અને ભારત પાસે ઇન્ટરનેટ ઇકોનોમી પોલીસીનું ધળતર કરવાનો પુરતો સમય પણ છે. ભારતીય માર્કેટની ક્ષમતાને ઇન્ટરનેટ ઇકોનોમી સાથે જોડવાથી આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્રને નવા શિખરો  સુધી લઇ જઇ શકાય છે.

પરંતુ હોમ અપ્લાયન્સીસ મેકર વ્હર્લપુલ ભારતે જણાવ્યું હતું કે તેઓ પોતાની પ્રોડકટને ભાવ વધારવા છે કારણ કે ઓઇલની કિંમતોમાં વધારો થયો છે અને ડોલર સામે ‚પિયો નબળો પડયો છે. જો કે એસ્ટીમેટ માટે અને ગ્રાહકો માટે ભાવવધારો માફત નહી રહે પરંતુ ઉઘોગોએ જુનથી ભાવ વધારો કરવો જ પડશે જો કે ઉઘોગ હોય કે મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી હજુ ખેડુતો અને વરસાદ જ અર્થતંત્રની દિશા નિધારીત કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.