Abtak Media Google News

ઈન્ડિગોની હવાઈ સેવા દિવસે ને દિવસે કથળતી જોવા મળી રહી છે.11 માર્ચ સોમવારે જ અમદાવાદથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગોના એક પ્લેનનું એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. દેશમાં આ સમયે ઈન્ડિગો અને ગોએર પાસે એ-320 નિયો સીરિઝના એન્જિનવાળા 11 પ્લેન છે આ વાતને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ તેની 47 ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરી દીધી છે.

22402 Indigotwiiter 11 પ્લેનમાંથી 8 ઈન્ડિગો અને 3 ગો એર પાસે છે. તેમાં ખરાબ પ્રેંટ અને વ્હિટની એન્જિન લગાવવામાં આવ્યા છે. ડિજીસીએએ તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.ડિજીસીએનું કહેવું છે કે, ઈન્ડિગો અને ગોએરએ તેમના આ એન્જિનમાં કોઈ સમારકામ કરાવ્યું નથી. સિવિલ એવિયેશન સેક્રેટરી આરએન ચૌબેએ આ વિશે પહેલાં પણ સંકેત આપ્યા હતા.

Indigo
ડિજીસીએના જણાવ્યા પ્રમાણે, યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. ડિજીસીએએ 13 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તેઓ પ્લેનની ખામીઓને તપાસી રહ્યા છે.

25814 Indigo Ians

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.