Abtak Media Google News

બોલીવુડની ધક… ધક… ગર્લ તરીકે ઓળખાતી માધુરી દીક્ષિત તેની ડાન્સ સ્ટાઈલ માટે ચાહકોમાં એક અલગ જ પ્રતિભા ધરાવે છે. આજના બોલિવુડના વિવિધ ડાન્સના જમાનામાં પણ ક્લાસિકલ અને તેમાં બૉલીવુડ સ્ટાઈલના સુમેળની માધુરી દીક્ષિતની કલાગીરીએ લાખો લોકોના દિલ જીત્યા છે. તેના ઠુમકાઓ આજે પણ ડાન્સ દીવાના માટે મિશાલ સમાન છે. ત્યારે પોતાની આગવી કલાથી એક સામાન્ય યુવતીએ માધુરી દીક્ષિત સહિત સેંકડો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

કહેવાય છે ને કે ટેલેન્ટ માટે કોઈ ગુરુની જરૂર નથી હોતી… પોતાનામાં આવડત છે અને તે પથ પર ચાલી જીતવાનું જૂનુંન છે તો દુનિયાની કોઈ પાઠશાળામાં જવાની જરૂર રહેતી નથી. પોતાની આવડત જ પોતાનો પથદર્શક ગુરુ બની જાય છે… આ જ વાતો ઉત્તરપ્રદેશની અમરોહા નામની એક યુવતીએ સાબિત કરી બતાવી છે. જૌહર ગામની આ યુવતી ખેતરની વચ્ચે વાડમાં મધર ઈન્ડિયા ફિલ્મનું “ઘૂંઘટ ના ખોલુંગી સજના તેરે સામને….” ગીત પર ડાન્સ કરી રહી છે.

અમરોહાની ડાન્સ કળા જોઈ તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. જે રીતે એ ઠુમકા લગાવી ડાન્સ કરી રહી છે, લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં માધુરી દીક્ષીતે આ વીડિયોને રીટ્વિટ કરી કહ્યું છે, લાજવાબ વાહ !! તેણી ખૂબ સરસ રીતે ડાન્સ કરી રહી છે. તેનામાં ઘણો ટેલેન્ટ છે.

https://www.instagram.com/p/CCQpcaaHFBy/?utm_source=ig_embed

માધુરી દીક્ષિતે આ વીડિયો શેર કર્યા બાદ ઘણા યૂઝર્સ ભરપેટ આ યુવતીના વખાણ કરી રહ્યા છે. પ્રથમ આ વીડિયો રાગગીરી નામના યૂઝર્સે શેર કરી લખ્યું હતું કે, આ છોકરીનો ડાન્સ જોઈ તમે પણ માની જશો કે,, ડાન્સ કરનારાઓને ઉડાન ભરવા પાંખની જરૂર નથી હોતી !!

એક યુઝર્સે જણાવ્યું કે, આ હિન્દુસ્તાનની સ્વદેશી, કુદરતી કળા છે જેને પ્રેરકબળ આપવું જોઈએ આથી આ સિતારાનો ટેલેન્ટ બહાર આવે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.