Abtak Media Google News

રવિના ટંડન, શેખર કપૂર, કંગના, અભિનવ કશ્યપ અને સાહિલખાન જેવા ભત્રીજાવાદ વિશે બોલ્યા છે: કેટલાકે ખુલ્લેઆમ ‘રાજવંશો’ના પ્રેસરની વાત કરી છે: અમુક પરિવાર તો પેઢી દર પેઢીથી ફિલ્મોમાં ‘રાજ’કરે છે

રાજકારણની જેમ ભારતીય સિનેજગત બોલીવુડમાં પરિવારવાદ ગજબનો ફુલ્યો ફાલ્યો છે. વર્ષોથી એક ચક્રી શાસન જમાવીને બેઠેલા નવા કલાકારોને બહુ તક આપતા નથી. ‘રાજવંશો’નાં પ્રેસરની આજકાલ ખુબ ચર્ચા થઇ રહી છે. હાલમાં જ અભિનેતા સુશાંતસિંહના મૃત્યુના સમાચારો એ નેપોટિઝમ મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. કેટલાક તો કોઇપણ અનુભવ વગર જ ફિલ્મમાં એન્ટ્રી કરે છે તો સાથે કેટલાક સખ્ત મહેનત કરીને સફળતા મેળવી છે. બોલીવુડમાં સ્ટાર્સ પાસે કોઇ ફિલ્મ વારસો ન હોય તો તેઓએ જાતે જ પોતાનું સ્થાન બનાવવું પડે છે.

કેટલાક સ્ટાર જાતે મહેનત કરીને આગળ આવ્યા જેમાં રાજકુમાર રાવ કે જેને શાહિદ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળેવ્યો, કંગના રનૌ તે પણ ઘણી ફિલ્મોમાં એવોર્ડ મેળવ્યા છે. જહોન અબ્રાહમ, અનુષ્ઠા શર્મા, અક્ષયકુમાર, શાહરૂખખાન જેવો પોતાન બલબુતા ઉપર સખ્ત મહેનત કરીને આજે ટોચે પહોચ્યા છે. પણ આનો આંગણીના વેઢે ગણાય તેટલા જ છે બાકી તો ‘રાજવંશો’ના પુત્રો, પુત્રી, ભાઇ, ભત્રીજા, ભાણેજ, જમાઇ વિગેરે તો પારિવારીક સંબંધોને કારણે પણ મોટી ફિલ્મોમાં આવી જ જાય છે. ગમે તે અભિનેતાનું મુળ પકડો તો કયાંક ને કયાંક એના મૂળ કોઇ કુટુંબને અડતા જ હોય છે. રાજકારણની જેમ બોલીવુડ પરિવાર વાદથી ખદબદે છે. ‘રીલ’ લાઇફના હિરો, રીયલ લાઇફમાં વિલન બનતા જોવા મળી રહ્યા છે.

એક વાત નકકી છે કે બોલિવુડમાં અમુક પરિવારનો વર્ષોથી દબદબો રહ્યો છે. કપૂર ખાનદાનથી શરૂ કરીને ખાન પરિવાર સુધી ભાઇ-ભત્રીજા વાદ ચાલુ જ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રોશન ખાનદાનની શરૂઆતમાં સંગીતકાર રોશન, પુત્ર રાકેશ રોશન, ભાઇ રાજેશ રોશનને પુત્ર ઋતિક  રોશન પરિવારના નાતે ફિલ્મ જગત સાથે જોડાયેલા જ રહ્યા, રાકેશ રોશન પોતે હિરો હતા ને પુત્રને પણ પોતે જ ફિલ્મ નિર્માણ કરીને સ્ટાર બનાવ્યો સ્ટાર પુત્રોમાં રાજેન્દ્રકુમારે પુત્ર કુમાર ગૌરવ માટે તથા સુનિલ દત્તે પુત્ર સંજય દત્ત માટે પોતે જ ફિલ્મ નિર્માણ કરીને પુત્રને લોન્ચ કર્યા હતા.

શર્મિલા ટાગોર પણ ૧૯૬૦ ના દશકામાં બંગાલી ફિલ્મોથી શરૂઆત કરીને ૧૯૬૪ કાશ્મીર કી કલીમાંથી હિન્દી ફિલ્મમાં આવ્યા બાદ પુત્ર સૈફઅલી ખાન, સારા અલીખાન, સોહાઅલીખાન, જમાઇ કુણાલ ખેમું માટે ફિલ્મી દરવાજા ખોલી દીધા, આવી જ રીતે ધવન પરિવારમાં સૌ પ્રથમ અનિલ ધવલ બાદમાં તેના ભાઇ ડેવિડ ધવને ઘણી ફિલ્મો બનાવીને પુત્ર વરૂણ ધવન, રોહિત ધવન, સિઘ્ધાર્થ ધવન તથા અંજનિ ધવનને પરિવારવાદને નાતે સ્ટાર બનાવી દીધા.

ફિલ્મ નિર્માતા યશ ચોપડાનું નામ બહુ મોટું છે. તેના ભાઇ બી.આર. ચોપડા તથા તેના પુત્રો આદિત્ય ચોપડા, ઉદય ચોપડાન ગ્રુપે ઘણી ફિલ્મો બનાવી િ૫તાનાનં પગલે રસ્તા સાફ બોલીવુડનો હતો તેથી ધુલકા ફુલ, દાગ, સિલસિલા, ચાંદની, લમ્હે, દિલ તો પાગલ હે, વીરા જારા, દિલવાલે દુલ્હનીયા લે જાયે ગે જેવી પ્રમુખ ફિલ્મો નિર્માણ કરી બી.આર. ચોપડાએ તો મશહુર સિરીયલ ‘મહાભારત’પણ બનાવી.

રાજેશ ખન્નાની શરૂઆત ૬૦ના દશકાથી થઇ આરાધના ફિલ્મથી સુપરસ્ટાર થયા ને બાદ તેના પરિવારના સિંપલ કાપડીયા, ડિંપલ કાપડીયા, ટર્વિકલ ખન્ના, રિંકી ખન્ના, જમાઇ અક્ષયકુમારે ઘણી પ્રગતિ કરી આવી જ રીતે જંપીગ સ્ટાર જીતેન્દ્ર એ એકતા કપૂર પુત્ર તૃષાર કપૂર તથા ભાણેજ અભિષેક  કપૂર માટે ફિલ્મી રસ્તો આસાન કરી દીધો, અભિનેત્રી કાજોલની નાની શોભના સમર્થ ૪૦ દશકાની અભિનેત્રી હતી. કુમારસેન સાથે લગ્ન બાદ બે પુત્રી નુતન અને તનુજા જે ફિલ્મી અભિનેત્રી બની તેનો પુત્ર મોહનીશ બહલ, પ્રનૂતન બહલ પણ બોલીવુડમાં પગ દંડા જમાવી દીધો.

બોલીવુડમાં છેલ્લા ૬ દશકાથી ધર્મેન્દ્રની બોબબાલા છે. તેમના પુત્રો સન્ની દેઓલ, બોબી દેઓલ, પુત્રી ઇશા દેઓલ, ભત્રીજા અભય દેઓલ સાથે સનીના પુત્ર કરણ દેઓલ પણ ફિલ્મી કેરીયરમાં જ આવી ગયાને હિરો બની ગયા. ધર્મેન્દ્રએ સખ્ત મહેનત કરી તો તેના પુત્રો આસાનીથી બોલીવુડમાં રાજ કરવા લાગ્યા.

અમિરખાનના પિતા તાહિર હુસેન, પ્રોડયુસર હતા તેના ભાઇ નાસિર હુસેન પણ ફિલ્મ નિર્માતા કરતા હતા. પરંતુ તાહિબના બન્ને પુત્રો અમિરખાન, ફૈસલખાન સાથે જાુનેદખાન, ઇરાખાન પણ ખાન પરિવારને નાતે ફિલ્મમાં બહુ સહેલાયથી આવી ગયા હતા. ફિરોઝખાન, સંજયખાન, અકબરખાન આ ત્રણ ખાન બંધુએ પણ ઘણાં વર્ષો ફિલ્મી રાજ કર્યુ. ફિરોજખાનના પુત્ર ફરદીન ખાને પણ બોલીવુડ એન્ટ્રી લઇ લીધી છે.

સુરિન્દર કપૂર, બોનીકપૂર, અનિલકપુર અને સંજયકપૂર તેમજ તેમના પુત્રો-પુત્રી અર્જુન કપુર, જાહન્વી કપુર, સોનલ કપુર, હર્ષવર્ધન કપૂર, રિયા કપુર તથા શનાયા સહિત તમામ ફિલ્મમાં આવી ગયા છે. સૌથી મોટું નામ કપૂર ખાનદાનમાં પૃથ્વીરાજ કપૂરના ત્રણ પુત્રો રાજ, શમ્મી ને શશીકપૂર જેને ઘણા વર્ષો એક ચક્રી શાસન ફિલ્મ જગતમાં કર્યુ. બાદમાં તેના પુત્રો રણધીર કપુર, ઋષિકપૂર, રાજીવ કપૂર પણ હિરો બન્યા બાદ તેના પુત્રો-પુત્રીમાં કરીશ્મા કપુર, કરીના કપુર, રણવીર કપૂર પણ આર.કે. બેનર તળે બોલીવુડમાં ચમકી ગયા.

૧૯૬૦માં ફિલ્મ ‘બારાત’આવી હતી જેમાં સલીમખાન હિરો હતા. તેણે ૧૪ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ પછી તે લેખક બન્યાને ‘સલીમ જાવેદ’ ની જોડીએ શોલે જેવી વિવિધ હિટ ફિલ્મો લખી તેમના પુત્રો, સલમાન ખાન, અરબાજ ખાન, સોહૈલ ખાન સાથે જમાઇ અતુલ અગ્નિહોત્રી અને આયુષ શર્મા પણ ખાન પરિવારનાં લેબલનો કારણે રાતોરાત સ્ટાર બની ગયાસુનિલ દત્તે ભાઇ સોમદત્તને ચમકાવ્યો પણ તે ચાલ્યો નહી શત્રુદનસિંહાની દિકરી સોનાક્ષી સિંહા જામીગઇ, અમીરખાનનું તો આખુ ખાનદાન ફિલ્મમાં દિલિપકુમારનો નાનો ભાઇ નાસિરખાન આવ્યો પણ ચાલ્યો નહી, મુકેશના પુત્ર નિતીન મૂકેશ અને કિશોરકુમારના પુત્ર અમીતકુમાર ગાયક તરીકે ચાલ્યા નહીં.

પરિવારને કારણે જ ફિલ્મમાં પ્રવેશ

બોલીવુડમાં છેલ્લા ઘણા સમયથી સ્ટાર કિડસ મોટા પાયે લોન્ચ થઇ રહ્યા છે. બહારના લોકો માટે આ રાહ આસાન નથી હોતી. સ્ટાર પુત્રો તો બચપણથી જ મોટા ડાયરેકટર અને નિર્માતાઓની છત્રછાયામાં જ જીવતા હોવાથી તે ‘બોલીવુડ’ના પગથીયા પરિવાર વાદને કારણે ઝડપથી ચડી જાય છે. નવા ને તો મોટા બેનરમાં કામ કરવાનું સપનું કયારેય પુરુ થતું નથી.

ફિલ્મ પ્રમોશન પહેલા જ ચર્ચા

ભૂતકાળમાં સંજયલિલા ભણસાલીની ફિલ્મ રામલીલા હોય કે પદમાવતી જેવી અનેક ફિલ્મો સામે આંદોલન કેસ કે સ્ટોરી ચેઇન્જ ના વિવાદ થયા છે હમણાં જ શાહરૂખદાનની ફિલ્મ ટીપુ સુલતાને પણ વિવાદ છેડયો છે. ફિલ્મમાં ગીતોને લઇને કે નામને લઇને વિવાદો થતાં જ રહે છે. નિર્માતાને તો વિવાદ થાય તો પ્રચાર પ્રસારને કારણે સીધો ફાયદો થતો હોય છે. અમુક ટીવીના બહુ જ જાણીતા શોમાં કે ટીવી સિરીયલમાં નવો પ્રમોશનનો નવા ટ્રેન્ડ શરૂ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.