Abtak Media Google News

IPL-૨૦૧૮માં ખરાબ પ્રદર્શનથી સંઘર્ષ કરી રહેલી દિલ્હીની ટીમને આજની મેચમાં જીતની સૌથી મોટી આશા રહી હતી. પરંતુ ચેન્નાઈ દ્વારા જોરદાર વળતો પ્રહાર કરતાં દિલ્હી માટે IPL-૨૦૧૮માં આગળની લડત મુશ્કેલ બનાવી દીધી છે. જેમાં શેન વોટસન અને મહેન્દ્રસિંહ ધોનીની વિસ્ફોટક અર્ધી સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી ડેરડેવિલ્સ સામે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી ૨૧૧ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. વોટસને ૭૮ રન બનાવ્યા હતા જ્યારે ધોની ૫૧ રન બનાવી અણનમ રહ્યો હતો. વોટસનને જોરદાર ૭૮ રન માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

Advertisement
Port Cricket Ipl 2018
port Cricket IPL 2018

ચેન્નઈ સુપર કિંગ્સને ઓપનર શેન વોટસન અને ફાફ ડુ પ્લેસીએ સંગીન શરૂઆત અપાવતાં પાવરપ્લેમાં ૫૬ રન જોડી દીધા હતા.વોટસન ફટકાબાજી કરી રહ્યો હતો તેને ડુ પ્લેસીનો સાથ મળ્યો હતો જેને કારણે ૧૦ ઓવરના અંતે ટીમનો સ્કોર વિના વિકેટે ૯૬ રને પહોંચાડી દીધો હતો. આ દરમિયાન વોટસને પોતાની અર્ધી સદી પણ પૂર્ણ કરી હતી.

વોટસને ૪૦ બોલમાં ૭૮ રન બનાવ્યા હતા જેમાં સાત છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા. ધોની અને રાયુડુએ ત્યારબાદ અંતિમ ઓવરોમાં ૭૯ રન જોડી ચેન્નઈનો સ્કોર ૨૧૧ રને પહોંચાડયો હતો. ધોની માત્ર ૨૨ બોલમાં ૫૧ રન બનાવી અણનમ રહ્યો હતો. રાયુડુએ ૪૧ રન ફટકાર્યા હતા.જવાબમાં દિલ્હીની સારી શરૂઆત મળી ન હતી. પૃથ્વી શો ૯ રન પર આઉટ થયો. જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર માત્ર ૧૩ રન પર આઉટ થતાં દિલ્હીની મુશ્કેલી વધી ગયેલ લાગી હતી. તે જ સમયે ઋષભ પંત અને વિજય શંકરે ટીમને મુશ્કેલી માંથી બહાર કાઢવા માટે જોરદાર લડત આપી હતી. બંને ખેલાડીએ પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી. જેમાં પંતે ૭૯ રની ધારદાર ઈનિંગ રમી હતી જ્યારે વિજય શંકરે ૫૪ રન બનાવ્યા હતા. પરંતુ ધીમી શરૂઆત અને ચેન્નાઈની બોલિંગ સામે બંને બેટ્સમેન લાચાર બન્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.