Abtak Media Google News

મહેન્દ્ર સિંહ ઘોની વિશે તો સૌ કોઈ જાણે છે કે તેણે સાક્ષી સાથે લવ મેરેજ કર્યા છે. જોકે સાક્ષી પહેલા ધોનીની પ્રેમિકા પ્રિયંકા રહી ચૂકી છે. જેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. જોકે હવે ધોનીની લવ લાઈફ સાથે જોડાયેલો એક અન્ય કિસ્સો સામે આવ્યો છે.સાક્ષી અને પ્રિયંકા પહેલા સ્કૂલ લાફઈમાં ધોની એક છોકરીને દિલ આપી બેઠો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન તથા વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના અંગત જીવનને લઇને વાત કહી છે. જોકે, માહીના જીવન પરથી મહેન્દ્રસિંહ ધોની ફિલ્મ પણ બનેલી છે. વર્ષ ૨૦૧૬માં આવેલી ફિલ્મમાં તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાત સામે આવી હતી. તાજેતરમાં મહેન્દ્રસિંહ ધોનીનો વધુ એક રાઝ સામે આવ્યો હતો. સાક્ષી સાથે ધોનીના લવ મેરેજ છે. જે ફિલ્મમાં પણ દર્શાવાયુ છે. તેની પ્રથમ ગર્લફ્રેન્ડ પ્રિયંકા હતી જેનું કાર અકસ્માતમાં મોત થયું હતું.

સાક્ષી અને પ્રિયંકા પહેલા પણ માહીને કોઇ પસંદ હતું. આ વાતની સ્પષ્ટતા તેણે એક પ્રમોશનલ ઇવેન્ટમાં કરી. તેમણે કહ્યું કે, સ્વાતિ નામની એક છોકરી સાથે પ્રેમ થયો હતો. જ્યારે પ્રિયંકાનું કાર અકસ્માતમાં મોત થયું ત્યારે તે વિદેશ પ્રવાસમાં હતો. કોલકાતાની તાજ બંગાલ હોટેલમાં તેની સાક્ષી સાથે મુલાકાત થઇ હતી. સાક્ષી ત્યાં હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કરી રહી હતી અને તાજ બંગાલ હોટેલમાં ટ્રેનિંગ લઇ રહી હતી. વર્ષ ૨૦૧૦માં બંને લગ્નગ્રંથીથી જોડાયા હતા. હાલમાં ધોનીની જીવા નામની દીકરી છે. અવારનવાર ધોની જીવાના ફોટો સોશિયલ સાઇટ પર શેર કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.