Abtak Media Google News
  • ઉદકિયા ગામના પાટિયા પાસે બાઈક ખાડામાં ખાબકતા સર્જાયો અકસ્માત

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતા વૃદ્ધ બાઈક પરથી ઉદકીયા ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે કાબૂ ગુમાવતા બાઈક ખાડામાં ખાબકતા ગંભીર રીતે ઘવાયેલાં વૃદ્ધે સારવારમાં દમ તોડયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતા રતિલાલ નરશીભાઈ ગીરધરીયા નામના ૬૬ વર્ષીય વૃદ્ધ પોતાનું બાઈક લઈને ઉદકિયા ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા ત્યારે બાઈક પરનો કાબૂ ગુમાવતા તેઓ ખાડામાં પડ્યા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
પરંતુ રતિલાલ ગિરધરી આયે લાંબી સારવાર બાદ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.