Abtak Media Google News

બેકાબુ કાર વીજ પોલ સાથે અથડાઈને બાઈકને ઠોકરે લીધો: મોટી કુંકાવાવના આધેડના મોત પરિવારમાં શોક

Advertisement

 

ગોંડલ ના દેરડી (કુંભાજી) ગામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મૃતદેહ ને મોટી કુંકાવાવ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ગોંડલ ના દેરડી(કુંભાજી) ગામે વાસાવડ રોડ પર પેટ્રોલ પંપ પાસે પુરપાટ દોડી આવી રહેલી કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જીને કાર વિજપોલ સાથે અથડાઈ હતી અકસ્માતમાં બાઈક સવાર કાળુભાઈ બોઘાણી રહે બાંભણીયા – મોટી કુંકાવાવ વાળા આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું મૃતક ના મૃતદેહને 108 મારફત મોટી કુંકાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની સમગ્ર ઘટના ઈઈઝટ કેમેરામાં કેદ થવા પામી હતી અકસ્માત ને લઈને લોકોના ટોળા ઉમટ્યા હતા. અક્સ્માત ની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.