Abtak Media Google News

ધ્રાંગધ્રામાં સાંજના સમયે ધાંગધ્રા એપીએમસીના વાઇસ ચેરમેન પર દુકાનના પૈસાની લેતી દીધી બાબતે ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામના બે શખસો દ્વારા હુમલો કરી માર માર્યાનો બનાવ બનતા ચકચાર ફેલાઇ હતી. ઇજાગ્રસ્તને ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પૈસાની લેતી દેતીના મુદ્દે બે શખ્સોએ ધોકા ફટકારી માર માર્યો

ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈવે ઉપર કલ્પના હોટલ પાસે સાંજના સમયે ધ્રાંગધ્રા એપીએમસીના વાઇસ ચેરમેન મનીષભાઈ કાનજીભાઈ પટેલ સાથે ભરાડા ગામના બે શખસો સાથે પૈસાની ઉઘરાણી બાબતે મનીષભાઈ પટેલને બોલાચાલી થઈ હતી. અને બનાવમાં બંને શખસોએ ઉશ્કેરાઈ જઈ મનીષભાઈ ઉપર ધોકા વડે હુમલો કરી મનીષભાઈ પટેલને માથાના ભાગે ઇજા કરતા ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા અને આ બનાવના સમાચાર મળતા ચકચાર મચી હતી. ત્યારે પોલીસ દ્વારા પણ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક દોડી જઈને ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.