Abtak Media Google News

પિતાને તો દીકરીઓ ખુબ જ વહાલી હોય છે કહેવાય છે ને કે દીકરીતો બાપનો શ્વાસ હોય છે. પરંતુ અરવલ્લીમાં એક એવી ઘટના બની જેનાથી બાપના સબંધ પર કલંક લાગ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના અરવલ્લી જીલ્લાના મોડાસાની છે જ્યાં પિતાએ પોતાની દીકરીને ગળું કાપી હત્યા કરવાની કોશિશ કરી છે. આ ઘટના બપોરે ૩ વાગ્યા આસપાસની છે જ્યાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે રખાયેલી સગીરા પર પિતાએ હુમલો કર્યો હતો.

Advertisement

Whatsapp Image 2022 11 09 At 5.28.32 Pm

ચિલ્ડ્રન હોમમાં વાતચીત દરમિયાન ઉગ્ર બનેલા પિતાએ કર્યો હુમલો

મોડાસામાં સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ આવેલું છે અહી ધનસુરા તાલુકાની પોક્સોના ગુન્હામાં રખાયેલી સગીરાના માતાપિતા મળવા આવ્યાં હતા. ત્યારે વાતચીત દરમિયાન પિતાએ ઉગ્ર બની તીક્ષ્ણ હથિયાર વડે સગીરાનું ગળું કાપી નાખવાની કોશિશ કરી હતી. સગીરાનું ગળું કાપતા લોહીલુહાણ થઈ હતી.

પોલીસ ઘટના સ્થળે: દીકરીને સારવાર અર્થે ખસેડાઈ

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને દીકરીને
108માં સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પિતાને મોડાસા ટાઉન પોલીસમાં લઇ જવામાં આવ્યો છે અને સમગ્ર ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.